13.34 લાખનો પ્રતિબંધીત ઈંગ્લીશ દારુ ભરેલ આઇસર ગાડી પકડી પાડતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : કુકરમૂંડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર શ્રી વિ.કે.પટેલ, પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પ્રોહી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.ઈન્સ.શ્રી વિ.કે.પટેલ, પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડના સભ્યો ચેકિંગ દરમ્યાન મહારાસ્ટ્ર રાજયાના તલોદા તરફથી કુકરમુંડા પોલીસ સ્ટેશનના મટાવલ ચેક પો.સ્ટે તરફ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી આઇસર ગાડી નં MH-18 -BG-8851 કી.રૂ ૧૦,૦૦,૦૦૦/-તથા ઈંગ્લીશ દારુ બોટલ નંગ -૧૩,૩૪૪ કી.રૂ. ૧૩,૩૪,૪૦૦ /- નો એમ કુલ ૨૩,૩૪,૪૦૦/-પ્રોહી મુદ્દામાલ તથા આઇસર ટ્રકનો ચાલક આઇસર ટ્રક માંથી નીચે ઉતરી રોડની બાજુમાં આવેલ શેરડીના ખેતરમાં અંધારાનો લાભ લઈને ભાગી ગયેલ જેની શોધખોળ કરતાં મળી આવેલ નહી નાસી ગયેલ હોવાથી અજાણ્યા વાહન ચાલક તથા તપાસમાં નીકળે આવેલ તેઓના વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ-૬૫એ,ઇ,૯૮(૨) મુજબ પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી કુકરમુંડા પોલીસ જી.તાપી
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બ્રાન્ડની બાટલીઓ નંગ- ૧૩,૩૪૪ /- કિ.રૂ .૧૩,૩૪,૪૦૦/-
(૨) આઇસર ગાડી નં MH-18 -BG-8851 કી.રૂ ૧૦,૦૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૨૩,૩૪,૪૦૦/-નો પ્રોહી મુદ્દામલ
વોન્ટેડ આરોપી
(૧) આઇસર કંપનીના ટ્રક જેનો આર.ટી.ઓ.પાસીંગ નંબર MH-18 BG- 8851નો અજાણ્યો વાહન ચાલક
(૨) તપાસ દરમ્યાન મળી આવે તે વિગેરે
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) વી.કે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર
(૨) એ.એસ.આઇ.વિજયકુમાર કરશનભાઈ
(૩) અ.હેડ.કો.અર્જુનસિંહ વિક્રમસિંહ
(૧) ગણેશભાઈ નારાયણભાઈ નુક્તે રહે.તા.કુકરમુંડા જી.તાપી
(૨) મહેસવર.જે.સીંપી રહે.કુકરમુંડા તા.કુકરમુંડા જી.તાપી
(૩) પ્રભાકર બી નુક્તે રહે.કુકરમુંડા તા.કુકરમુંડા જી.તાપી
(૪) બાપુ રામા ભોંય રહે.કુકરમુંડા તા.કુકરમુંડા જી.તાપી
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.