રાજ્ય સરકાર રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડુતો પાસેથી ઘઉંની ખરીદી પર રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ આપશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૯ મે. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત માટે ટેકાનો ભાવ ઘઉં માટે રૂ. ૨,૪૨૫/- પ્રતિ ક્વિ. જાહેર કરવામાં આવેલ છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૧૫૦/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે.
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.. મારફતે કરવામાં આવી રહેલ છે. ઘઉં ની પ્રાપ્તિની સમયમર્યાદા તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી નિયત થયેલ હોઇ રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત રૂ.૧૫૦/- પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચુકવવામાં આવશે. જેનો ખેડૂતોને લાભ લેવા જિલ્લા મેનેજર ગ્રેડ-૧ અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી તાપી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.