ગેરકાયદેશર રીતે એક રાજ્ય થી બીજા રાજ્યમાં ભેંસોની હેરાફેરી કરનારાઓને પકડી પાડતી કુકરમુંડા પોલીસ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે. પટેલે સ્ટાફના માણસોને ગેરકાયદેસર કામો કરતાં ઇસમો ઉપર વોચ રાખવા આપેલ સુચનાના અનુસંધાને કુકરમૂંડા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સબીરખાન આલમખાન તથા વિજયકુમાર કરશનભાઈ તથા હેડ કોન્સ અર્જુનસિંહ વિક્રમસિંહ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે મહારાસ્ટ્ર રાજયાના સતોના થી ધુલીયા ખાતે ભરાતા મિના બજાર માર્કેટમાં વેચાણ અર્થે હેરાફેરી કરી લઇ જતાં કુલ્લે ભેંસો નંગ-૦૫ કિ.રૂ.૯૦,૦૦૦/- તથા બોલેરો પિક-અપ કિં.રૂ ૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ ૬,૧૦,૦૦૦/- . તેમજ સાથે બે (૨) આરોપીને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરતી કુકરમુંડા પોલીસ
કબ્જે કરેલ મુદ્દામલ
(૧) કુલ ભેંસો નંગ-૦૫ કિ.રૂ.૯૦,૦૦૦/-
(૨) મહીન્દ્રા કંપની બોલેરો પીકઅપ ગાડીની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ નંગ-૦૨ ની કિ.રૂ.૨૦,૦૦૦/-
ટોટલ કુલ રૂ.૬.૧૦.૦૦૦ /- નો મુદ્દામાલ
પકડાયેલ આરોપી
(૧) જાવિદભાઇ સલીમભાઇ કુરેશી, રહે-કુરેશી મહોલ્લા તલોદા જી.નુંદરબાર
(૨) નજીમખા સલીમખા કુરેશી રહે બદરી કોલોની તલોદા જી.નુંદરબાર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) વી.કે.પટેલ પોલીસ ઇન્સ્પેકટર, (૨) એ.એસ.આઇ. સબીરખાન આલમખાન, (૩) એ.એસ.આઈ વિજયભાઈ કરશનભાઈ, (૪) હેડ.કો.અર્જુનસિંહ વિક્રમસિંહ, (૫) HG ગણેશ એન નુક્તે, (૬) HG મહેસવર જે સીપી, (૭) HG પ્રભાકર બી નુક્તે, (૮) HG બાપુ રામા ભોયે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.