એક સાથે બે મહિનાના અનાજના જથ્થાનું વિતરણ કરવા તાપી પુરવઠા તંત્રનું આયોજન

Contact News Publisher

કાર્ડધારકોને ૩૧ મે પહેલા બંને મહિનાનો અનાજનો જથ્થો મેળવી લેવા અપીલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૯. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકો માટે વર્ષ-૨૦૨૫ના મે અને જુન માસનું અનાજ વિતરણ તારીખ ૩૧/૦૫/૨૦૨૫ સુધી વિતરણ કરવામાં આવશે.જેના માટે દરેક કાર્ડધારકે કુલ-૩ વાર આધાર આધારિત ઓથેન્ટિકેશન કરવાનું રહેશે.

જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે માસના ઘઉં ,ચોખા અને રાજ્ય સરકારની ખાંડ અને મીઠું તથા જૂન માસના ઘઉં અને ચોખા સમયસર મેળવી લેવા અનુરોધ આવ્યો છે.

નોંધનિય છે કે, મે અને જુન માસમાં અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કીલો ચોખા જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યકિત દીઠ ૦૨ કિલો ઘઉં અને ૦૩ કિલો ચોખા મળવાપાત્ર થશે. તેમજ રાજ્ય સરકારના રાહતદરે વિતરણ થતી મે માસની ખાંડ અંત્યોદય કુટુંબોને ૩ વ્યક્તિ સુધી ૧ કિ.ગ્રા જ્યારે ૩ થી વધુ વ્યક્તિ દીઠ ૦.૩૫૦ કિ.ગ્રા તથા બીપીએલ કુટુંબો માટે ૦.૩૫૦ કિ.ગ્રા ખાંડ મળવા પાત્ર છે. જ્યારે NFSA કુટુંબોને કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા મીઠું મળવાપાત્ર થશે. એમ જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
0000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *