તાપી જિલ્લામાં ૧૨૦૦ થી વધુ નાગરિકોએ નાગરિક સંરક્ષણ દળમાં રજીસ્ટ્રેશન કર્યુ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા ૧૭. ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ કરેલા ઓપરેશન સિંદૂર પછી પ્રવર્તમાન પરિસ્થિતિના અનુસંધાને ભારત સરકાર સમગ્ર દેશના નાગરિકોની સુરક્ષા માટે કટિબદ્ધ છે. ભારત સરકારના My Bharat પોર્ટલનો હેતુ દેશભરમાં મોટી આપત્તિઓ અને જાહેર કટોકટીના સમયે સ્થાનિક વહીવટી તંત્રને બચાવ, પ્રાથમિક સારવાર, સહિતની બાબતે મદદ કરવા માટે એક સ્વયંસેવક દળ બનાવવાનો છે.

તાપી જિલ્લામાં નાગરિક સંરક્ષણ દળમાં જોડાવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તા.૧૭ મે ના રોજ ૪.૩૦ કલાક સુધીમાં ૧૨૩૧ જેટલા નાગરિકોએ નાગરિક સંરક્ષણ દળમાં રજીસ્ટ્રેશન પુર્ણ કર્યું છે.

તા. ૧૭ મે ના રોજ યોજાયેલ તાપી જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણની બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ તમામ ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કરતા જણાવ્યું હતું કે તમામ તાલુકા મામલતદારશ્રીઓ, શૈક્ષણિક સંસ્થાના અધિકારીઓ, પોલીસ વિભાગે વિવિધ અવેરનેશ કેમ્પ યોજી લોકોને આ દળમાં જોડાવા પ્રોત્સાહિત કરવાનું છે.આ સાથે વિવિધ વિભાગો-કચેરીઓમાં કામ કરતા કર્મીઓ, આઉટ સોર્સના કર્મીઓને પણ આ અભિયાનમાં રજીસ્ટ્રેશન કરવા માર્ગદર્શન પૂરું પાડવા અનુરોધ કર્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે રજીસ્ટ્રેશનની કામગીરી પુર્ણ થયે આ તમામ સ્વથમ સેવકોને જરૂરી તાલીમ અને બચાવ કામગીરીના સાયનો આપવામાં આવશે.

000

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *