તાપી જિલ્લા સંકલન સમીતિની બેઠક યોજાઈ

ઇ-ગવર્નન્સના ભાગરૂપે તમામ કચેરીઓને પેપરલેસ પત્ર વ્યવહાર માટે ઇ-સરકાર પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા તાકીદ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.૧૭- કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી,વ્યારાના સભાખંડમાં તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ અંગેની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણીએ કે કાવડિયા ડુંગરને પર્યાટન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી કરવા આવે તેમજ વનવિભાગ દ્વારા કપુરાથી વ્યારા રોડ પરના ઝાંડી-ઝાખરા દુર કરવાની કામગીરી કરવા રજુઆત કરી હતી.
અધ્યક્ષસ્થાનેથી કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે તમામ કચેરીઓને પેપરલેસ પત્રવ્યવહાર માટે ઈ-સરકાર દ્વારા કામગીરી કરવાની સુચના આપી હતી. તાપી જિલ્લાની તમામ કચેરીઓ દ્વારા પોતાના પત્રવ્યવહારો ઇ-સરકાર મારફતે ઇનવર્ડ અને આઉટવર્ડ થાય,ઇ-સરકાર દ્વારા અવેલ અરજીઓનો જ સ્વીકાર કરવા ઉપર ભાર મુકતા તમામ અધિકારીઓને સુચના આપી હતી.
સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડે કર્યું હતું. સંકલન સમીતીના એજન્ડા મુજબ સરકારી લેણાની બાકી વસુલાત સમયસર થાય, સંસદ સભ્યો, ધારાસભ્યો અને પદાધિકારીઓને તેઓના પ્રશ્નનોના યોગ્ય ઉત્તર અપાય તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે સત્વરે તપાસ-અહેવાલ કલેકટરશ્રીને રજુ કરવા અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત આ બેઠકમાં ધાર્મિક દબાણો દુર કરવા,જિલ્લા પ્રવાસનના મુદ્દા અંગે પણ વિગતે ચર્ચા કરવામાં આવી હતી. આવી હતી.
આ ઉપરાંત નાગરીક અધિકાર અનવ્યે મળેલ અરજીઓનો સમય મર્યાદામાં કરવા,પડતર અરજીઓનો નિકાલ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, એ.જી.ઓડિટ પારા, પડતર કાગળો, તકેદારી આયોગની અરજીઓ, સાંસદ અને ધારાસભ્યશ્રીની અરજીઓ, સરકારી નાણાંની વસુલાત, ગૌચરની જમીનોના દબાણ તેમજ સરકારી વિવિધ વિભાગોના નકારાત્મક અખબારી અહેવાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોડ, નાયબ વનસંરક્ષશ્રી સચિન ગુપ્તા, અધિક નિવાસી કલેકટરશ્રી આ.આર. બોરડ, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી સહિત વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.