તાપી 108 દ્વારા અતિ જોખમી સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ તાલુકાના સામુહીક આરોગ્ય કેન્દ્ર ઉચ્છલ ના પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના ઉચ્છલ લોકેશન ની 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો. નવાપુર તાલુકાના ચોકી ગામમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ગાવિત નામની મહિલા બાળક નુ ઊંધું હોવા ના કારણે (brech presantetion, foot) સગર્ભા ને વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા. તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ્ય દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધનની તૈયારી કરીને ઇએમટી જસવંત પંડ્યા અને પાયલોટ દિલીપભાઈ કોટવાળીયા એમ્બ્યુલન્સની રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટરની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે વ્યારા સિવિલ હોસ્પિટલ માં ૧૦૮ દ્વારા પહોંચાડવા માં આવ્યા.

દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી ઉચ્છલ 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સીમ નો સંપર્ક કરવા વિનંતી

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *