ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનાં રિફિલીંગનું કૌભાંડ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ /પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૪/૦૫/૨૦૨૫ ના રોજ શ્રી ડી.અસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઈ, એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો સાથે ઉચ્છલ પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ ખાનગી વાહનોમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. અ.પો.કો.રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, “ મોજે. ઉચ્છલ GEB સબ સ્ટેશન પાછળ આવેલ પારસનાથ દુબેના મકાનમાં નાના ગેસના બાટલાઓમાંથી ગેસ રીફીલીગ પાઇપ વડે મોટા ગેસના બાટલાઓમાં ગેસ ભરી આપી, કાળા બજાર કરી ઉંચા ભાવે વેચાણ કરે છે અને ગેસ રીફીલીગની પાઇપ તથા ગેસના બાટલા ઘરમાં પડેલા છે ” જે બાતમી હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) સદ્દામ ખાન દિલબર ખાન ઉ.વ.૧૮ હાલ રહે-જલદર્શન સોસાયટી માણેકપોર ઉચ્છલ તા.ઉચ્છલ જી.તાપી મુળ રહે-જુનેરા મહેરની વસ્તી બાડમેર તા,જી.બાડમેર રાજસ્થાન (૨) જુમાખાન અલીયાસખાન ઉ.વ.૨૬ હાલ રહે-જલદર્શન સોસાયટી માણેકપોર ઉચ્છલ તા.ઉચ્છલ જી.તાપી મુળ રહે-જુનેરા મહેરની વસ્તી બાડમેર તા,જી.બાડમેર રાજસ્થાનએ ભાડાના મકાનમાં કોઇ સત્તાધિકારો પાસેથી લાયસન્સ મેળવ્યા વગર રાંઘણ ગેસ તથા કોમર્શીયલ સિલીન્ડરો સરકારશ્રીના નિયંત્રણ હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ આવશ્યક ચીજવસ્તુ રાંધણગેસના સિલીન્ડર મેળવી સંગ્રહ કરી સંગ્રહ કરેલ નાના ગેસ સિલીન્ડરમાંથી મોટા ગેસ સિલીન્ડરમાં રીફીલીંગ કરી ઉંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરવા માટે વોન્ટેડ આરોપીઓ સાથે મળીએ એકબીજાની મદદગારી કરી પોતાના આર્થિક ફાયદા માટે અનઅધિકૃત રીતે ગેસ રીફીલીંગ કરતા ગેસના ભરેલ બોટલ તથા નાના સિલીન્ડરમાં (૧) ઇન્ડીયન ગેસ બાટલાની સંખ્યા- ૧૩(ભરેલા) ૧૯.૦kg ના કિ.રૂ.૭૮,૦૦૦/- (૨) ઇન્ડીયન ગેસ બાટલાની સંખ્યા-૧૩(ખાલી) ૧૯.૦kg ના કિ.રૂ.૬૦,૦૦૦/- (૩) ઇન્ડીયન ગેસ બાટલાની સંખ્યા- ૩૦(ખાલી) ૧૪.૦kg ના કિ.રૂ.૬૦,૦૦૦/- તથા ગેસ રીફીલીંગ પાઇપ કિ.રૂ. ૩૦૦૦/- ઇલેક્ટ્રાક વજન કાંટો કિ.રૂ.૨૫૦૦/- તથા પીકપ વાન કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂપીયા ૭,૧૩,૫૦૦/- ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધમા ગુનો ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી, એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઈ, નોકરી એલસીબી તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. આનંદજી ચેમાભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *