ઓલપાડની ડભારી પ્રાથમિક શાળાનાં બાળકોએ પરીક્ષા પરિણામ સાથે તાડફળીની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત ડભારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ નાં બાળકોને અલગ અંદાજમાં પરિણામ આપવામાં આવ્યું. જેમાં ધોરણવાર અલગ રંગનાં પ્રગતિકાર્ડ શાળામાં કોમ્પ્યુટર પર બનાવવામાં આવેલ જે પૈકી ધોરણ ૮ નાં બાળકોને લિવિંગ સર્ટિફિકેટ, પ્રગતિકાર્ડ ઉપરાંત અન્ય પ્રમાણપત્રની સુવ્યવસ્થિત ફોલ્ડર ફાઇલ અર્પણ કરવામાં આવી. આ તકે શાળાનાં ઉપશિક્ષક ઈલેશભાઈ દ્વારા તમામ બાળકો અને શિક્ષકોને ઉનાળુ ફળ ગલેલી (તાડફળી) ની મોજ કરાવવામાં આવી. અંતમાં શાળાનાં આચાર્ય જગદીશભાઈ પટેલે ધોરણ ૮ નાં બાળકોને આશીર્વચન પાઠવી સૌને વેકેશનની શુભેચ્છા પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.