ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં વાલી મિટીંગનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સંયુક્ત વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કેળવણી મંડળનાં પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગનાં આચાર્ય, સંપૂર્ણ સ્ટાફગણ સહિત મોટી સંખ્યામાં વાલીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સદર મિટિંગમાં મંડળનાં પ્રમુખ, ઉપપ્રમુખ આચાર્ય તથા શિક્ષકો દ્વારા વિધાર્થીઓમાં અભ્યાસની સાથે તેમનામાં સ્વચ્છતા, નિયમિતતા જેવાં સંસ્કાર વિકસે તે અંગે માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત વિધાર્થીઓ મોબાઇલનાં વળગણથી દૂર રહે અને પોતાનાં અભ્યાસમાં રસરૂચિ કેળવે તે બાબત પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત વાલીઓ પૈકી એક વાલીજને શહેરની નામાંકિત શાળાઓ ઉંચી ફી લઈને જે અભ્યાસ તથા ઈતર પ્રવૃત્તિઓ કરાવે છે તે જ અભ્યાસ અને પ્રવૃત્તિઓ અત્રેની ઘર આંગણાની શાળામાં ઉપલબ્ધ છે તો પછી શહેરની શાળામાં શા માટે પ્રવેશ લેવો જોઈએ ? એમ જણાવ્યું હતું. અન્ય વાલીજનોએ પણ બાળકોને સ્થાનિક શાળામાં જ અભ્યાસ કરાવવા સૂર પૂરાવ્યો હતો. મિટીંગનાં અંતિમ ચરણમાં ઉપસ્થિત વાલીજનોએ પોતપોતાનાં બાળકોની વાર્ષિક પરીક્ષાની ઉત્તરવહી નિહાળી સંતોષ વ્યક્ત કર્યો હતો. સૌએ મંડળ સહિત શાળા સ્ટાફગણની સરાહના કરી શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટેનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *