સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે HTAT મુખ્યશિક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પ યોજાયો

સુરત જિલ્લામાં આવવા માટે 30 જેટલાં શિક્ષકોએ મહાનુભવોનાં હસ્તે ઓર્ડર સ્વીકાર્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પ્રાથમિક શાળામાં અન્ય જિલ્લામાંથી આવવા માંગતા બદલી ઈચ્છૂક HTAT મુખ્યશિક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પ જિલ્લા પંચાયત કચેરી, વેસુ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. સદર કેમ્પમાં સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડ તથા અન્ય મહાનુભવો, ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, , ટીપીઈઓ, બીટ નિરીક્ષકો ઉપરાંત શિક્ષક સંઘનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ આ જિલ્લાફેર બદલી કેમ્પમાં અન્ય જિલ્લામાંથી કુલ 33 જેટલાં બદલી ઈચ્છૂક HTAT મુખ્યશિક્ષકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જે પૈકી 30 HTAT મુખ્યશિક્ષકોએ મેરીટ મુજબ નિયમોનુસાર શાળા પસંદગી કરી હતી. જ્યારે અન્ય બે HTAT મુખ્યશિક્ષકોએ અસંમતિ દર્શાવી હતી અને એક HTAT મુખ્યશિક્ષક ગેરહાજર રહ્યાં હતાં. આ તમામને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે સ્થળ ઉપર જ બદલી ઓર્ડર આપી દેવામાં આવ્યા હતાં. આમ સદર કેમ્પ શાંતિપૂર્ણ માહોલમાં સંતોષકારક રીતે સંપન્ન થયો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.