વ્યારા રેલ્વે પ્લેટફોર્મ ઉપરથી બેભાન હાલતમાં મળી આવેલ અજાણી મહિલાનુ સારવાર દરમિયાન મોત : મૃત આધેડ મહિલાના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન વણઓળખાયેલ અકસ્માત મોત નંબર : ૬૮/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબના કામમાં મરણ જનાર નવસીબાઈ નાયક ઉ.વ.૬૦ જેનુ સરનામુ જણાયેલ નથી. મરણ જનાર આધેડ મહિલા તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ કલાક : ૧૮/૪૫ વાગ્યા પહેલાં વ્યારા રેલ્વે સ્ટેશન પ્લે.નં. ૦૧ ના જાહેર શૌચાલયમાંથી બેભાન હાલતમાં મળી આવેલ જેને ૧૦૮ મારફતે પ્રથમ સિવિલ હોસ્પીટલ, વ્યારામાં સારવાર માટે મોકલેલ જ્યાંથી વધુ સારવાર માટે ન્યુ સિવિલ હોસ્પી. સુરત માં રીફર કરતા તા. ૧૪/૦૪/૨૦૨૫ ના કલાક : ૧૦/૩૦ વાગ્યે સારવાર દરમ્યાન મરણ ગયેલ જે મરનાર મહિલાની લાશની ઓળખ થયેલ ન હોય જેના વાલીવારસો અંગે તપાસ કરતાં આજદિન સુધી મળી આવેલ નથી જે મરનાર તથા તેની લાશ ઉપરના કપડાનું વર્ણન તથા ફોટો નીચે મુજબ છે. જેની ઓળખ તથા તેના વાલીવારસોની તપાસ કરતા ભાળ મળે તો વ્યારા રેલવે આઉટ પોસ્ટ, સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મરનારની લાશનું વર્ણન:-
નવસીબાઈ નાયક ઉ.વ.૬૦ બાંઘો-મધ્યમ, ઘઉં વર્ણની ઉંચાઇ ૫ X ૧” છે.
લાશ ઉપરના કપડાનું વર્ણન :-
બદનમાં સફેદ-ઓરેન્જ કલરની ટીપકાવાળી સાડી તથા કમ્મરમાં મરૂન કલરનો ચણિયો પહેરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.