વાલોડ, સોનગઢનાં ધાડના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડી વ્યારા પોલીસ સ્ટેશના વાહન ચોરીનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.અસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઈ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ ફર્લો સ્કોડ, તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસોને વાલોડ તેમજ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં ધાડ/લુંટના બનાવો બનેલ હોય જે ગુનાના કામે વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા સુચના આપતા એલ.સી.બી./પેરોલ ફર્લોના બીજા અધિકારી/કર્મચારીઓએ પોતાના ખાનગી બાતમીદારો રોકેલ હોય જે આધારે આજરોજ સાથેના હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા પો.કો. રોનક સ્ટીવન્સનને મળેલ સંયુકત બાતમી આધારે કાકરાપાર બેડકુવા ચાર રસ્તા ખાતેથી (૧) વાલોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૫૦૨૦૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૧૦(૨), ૧૧૫(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ (૨) વાલોડ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૫૦૨૫૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૧૦(૨), ૩૦૮(૨), ૧૧૫(૨), ૩૫૧(૩) મુજબ (૩) સોનગઢ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૫૦૫૦૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૧૦(૨), ૩૧૧ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ તથા વ્યારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૪૧૯૪૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી- રાકેશ ઉર્ફે સુનીલ મનહરભાઇ વસાવા રહે.ભામડીયા કોલોની તા.વાલીયા જી.ભરૂચને પકડી પાડી તેના કબજામાંથી રોકડા રૂપિયા ૧,૫૦૦/- તથા ઓરેન્જ કલરની K.T.M.250 DUKE મોટર સાયકલ રજીસ્ટ્રેશન નં. GJ-16-DL-6080 કિ.३. ७०,०००/-તથા એક મેટાલીક કલરનો વન પ્લસ મોબાઇલ ફોન જેના IMEI નંબર (૧)૮૬૫૨૯૫૦૫૩૮૧૭૧૩૬ (૨) ૮૬૫૨૯૫૦૫૩૮૧૭૧૨૮ નો કિ.રૂ.૫૦૦૦/- ગણી B.N.S.S. ની કલમ- ૧૦૬ મુજબ કબજે કરી પકડાયેલ આરોપીની યુક્તિ પ્રયુક્તિથી વધુ પુછપરછ કરતા આજથી આશરે છ મહિના પહેલા હું તથા દિપક દિનેશભાઇ વસાવા રહે. ગામ-રામપરા નિશાળ ફળીયુ તા.વાલીયા જી.ભરૂચ તથા કિરણ ઉર્ફે કિરીયો મંગાભાઇ વસાવા રહે.ગામ-ખરેડાપાટ ભરવાડ ફળીયુ તા.માંગરોળ જી.સુરત તથા જયદીપ જીતેન્દ્રભાઇ ચૌધરી રહે.ઉમરસાડી તા.માંડવી જી.સુરતના સાથે વ્યારા ખાતે આવેલા અને રાત્રીના સમયે વ્યારા સરૈયા ગામ પાસે આવેલા ત્યારે એક ઘરના આગળના ભાગે એક યુનિકોર્ન મોટર સાયકલ પાર્ક કરેલી હતી જે અમે ચોરી કરી જતા રહેલા અને તે મોટર સાયકલ હાલમાં અમારા સાથેનો દિપક દિનેશભાઇ વસાવાનાનો નંબર પ્લેટ કાઢીને વાપરે છે. જે અંગે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી કરતા આ કામે વ્યારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૧૨૪૧૯૪૮/૨૦૨૪ બી.એન.એસ. કલમ- ૩૦૩(૨) મુજબનો ગુનો રજીસ્ટર થયેલ છે. જેથી પકડાયેલ આરોપીને તા.૧૬/૦૪/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે કાકરાપાર પો.સ્ટે.ને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.એસ. વસાવા, પેરોલ-ફર્લો તાપી તથા (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ (૨) હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, (૩) હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, (૪) પો.કો. રોનક સ્ટીવનસન, (૫) પો.કો. અરૂણભાઇ જાલમસિંહ (૬) પો.કો. વિનોદભાઇ ગોકળભાઇ (૭) પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ (૮) હે.કો. હરપાલસિંહ અભેસિંહ (૯) પો.કો. રાહુલ દિગંમ્બર (૧૦) પો.કો. ધનંજય ઇશ્વરભાઇએ કામગીરી કરેલ છે.

 

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other