પ્રોહીબિશન ગુનાના વોન્ટેડ આરોપીને સોનગઢથી ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ સોનગઢ વિસ્તારમા વોન્ટેડ આરોપી પકડવા વોચ/તપાસમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે, બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપી ગોપાલકુષ્ણા રામભાઉ પાટીલ રહે.સોનગઢ, બાપાસીતારામ નગર, તા.સોનગઢ જી.તાપી છેલ્લા એક માસથી વોન્ટેડ છે અને હાલમા પોતાના ઘરની સામે ઉભો છે. જેથી મળેલ બાતમી આધારે સોનગઢ, બાપાસીતારામ નગરમા જતા વોન્ટેડ આરોપી ગોપાલકુષ્ણા રામભાઉ પાટીલ પકડાઇ જતા તા.૦૪/૦૪/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.
પકડાયેલ આરોપી :- ગોપાલકુષ્ણા રામભાઉ પાટીલ ઉ.વ.૩૪ રહે.સોનગઢ, બાપાસીતારામ નગર, તા.સોનગઢ જી.તાપી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી : પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી. શાખા તાપીની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
