એસ્પીરેશનલ બ્લોક કુકરમુંડા ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૧૯. આજરોજ તાપી જિલ્લાના એસ્પીરેશનલ તાલુકો કુકરમુંડાના રાજપર ગામ ખાતે નાણાકીય સાક્ષરતા જાગૃતિ કાર્યક્રમ નું આયોજન આરોહ ફાઉન્ડેશન ના માધ્યમ થી કરવામાં આવેલ હતું
જેમાં તાલુકાના કારોબારી અધ્યક્ષશ્રી યોગીતાબેન વળવી એ લોકોને સાયબર ફ્રોડ થી સાવધ રહેવા અપીલ કરી હતી.
તથા લીડ બેંક મેનેજર રસિક જેઠવા દ્વારા બેંકો ની વિવિધ યોજના જેવી કે કિસાન ક્રેડિટ કાર્ડ ,સખી મંડળ ને લોન,તથા જીવન સુરક્ષા વીમા યોજના જેવી કે પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના તથા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સાથે બેંક ઓફ બરોડાના ફાઇનાન્સીયલ ઈનચાર્જ કપિલ મૂલીયાના એ અટલ પૅન્શન યોજના તથા બીસી એટલે કે બિઝનેસ કોર્સપોન્ડન્ટ વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે વિવિધ વક્તાઓ દ્વારા લોકોને સાઇબર ફ્રોડ જેવા વિવિધ વિષયો પર પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી
આ પ્રસંગે આરોહ ફાઉન્ડેશન ના ડિસ્ટ્રિક્ટ કો ઓર્ડીનેટર શ્રી અજીત ડોડિયા અને લક્ષ્મણ ભાઈ તથા ગોરખ વળવી અને તેમની ટિમ દ્વારા જાગૃતિ કેમ્પ નું સરસ રીતે આયોજન કરવામાં આવેલ હતું
000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.