મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાન અન્વયે રાજ્યમાં નશામુક્તિ અભિયાન વાન ભ્રમણ કરશે
સમગ્ર વર્ષ દરમિયાન અભિયાન ચાલુ રહેશે:
——
અંબાજીથી અભિયાનના પ્રારંભ સાથે દરરોજ પાંચ ગામોની મુલાકાત દ્વારા 1000 જેટલા લોકોને નશાથી મુક્ત થવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવશે
——
(પ્રતિનિધિ દ્વારા, અમદાવાદ) : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ દ્વારા આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું.
તેમણે આ વાનને પ્રસ્થાન કરાવતા નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો.
આ અભિયાન ગુજરાતમાં ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અંબાજીથી શરૂ થશે.
સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈને રોજના પાંચ ગામોની મુલાકાત લેશે.
ગામડે ગામડે લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવશે. સાથે સાથે નશામુક્તિ માટે જનજાગૃતિ ફેલાવતા સેમિનાર, વર્કશોપ, નાટક અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે.
ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશામુક્તિની તાલીમ આપી બીજાને વ્યસન છોડાવી શકે તેવા સક્ષમ બનાવવાની સેવા પ્રવૃત્તિ થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દીપ પ્રજનન કરી, પૂજા વિધિ કરી શ્રીફળ અર્પણ કર્યું. નશા મુક્ત વાનનું રીબીન કાપી ઉદઘાટન કરી વિહંગ અવલોકન કર્યું હતું. ત્યાર બાદ નશામુક્ત અભિયાન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. તે વેળાએ મેડિકલ વિના નેશનલ કોર્ડીનેટર ડો. બનારસીભાઈ, ગુજરાતના મેડિકલ વિજ્ઞાન કોર્ડીનેટર ડો. મુકેશ પટેલ, શિવ જ્યોતિ આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. જીતુભાઈ પટેલ, બાળકોના નિષ્ણાત ડો. અંકિત પટેલ, બે ડેન્ટિસ્ટ ડો. નીતા પટેલ, ડો. મૌલિકા પટેલ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી શ્રી અભિયાનના લીડર બી.કે. નંદાબેનને કળશ અર્પણ કરી પુષ્પમાળા પહેરાવી. સાથે બ્રહ્માકુમારી કૈલાશ દીદી, બી.કે. તારાબેન બી.કે. ડો. નંદીનીબેન તથા બ્રહ્માકુમારીઝના સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.