પત્ની પર વહેમ રાખી પત્ની અને અને દીકરી ઘરમાંથી કાઢી મૂકતા મહિલાના પતિને સમજાવી સમાધાન કરાવતી 181 ટીમ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પતિ દ્વારા પત્ની પર વહેમ કરી પત્ની અને દિકરીને ત્રાસ આપતાં માતા અને દીકરી ઘરમાંથી નીકળી જતા મહિલાના પતિને સમજાવી સમાધાન કરાવતી તાપી 181 મહિલા હેલ્પલાઇન ટીમ.
આજરોજ 181 મહિલા હેલ્પલાઇન પર દિકરીનો કોલ આવતાં જણાવેલ કે તેમના પિતા તેમની માતા પર વહેમ કરી હાથ ઉપાડે છે,તથા માતાને ધમકાવતા પિતાના ડરના કારણે રાતના સમયે માતા અને દીકરી ઘરની બહાર સંતાઈને બેસી રહેલા છે. આટલું સાંભળતા 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર જતાં જોવા મળેલ કે મહિલા તેમની દીકરી સાથે ઘરથી દુર બહાર હતા, તેમની સાથે વાતચીત કરીને તેમના ઘરે જતાં જોયું તો તેમના પતિ દરવાજો બંધ કરી ને આરામથી સુતા હતા, મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિ મહિલા આડોશ પડોશ કે કોઈ પણ સંબંધી સાથે વાત કરે તો તેમની પર વહેમ કરે છે તથા આ વાત ને લઈ ને મહિલા પર હાથ ઉપાડે છે. મહિલા ઘરનું કામ, ખેતી નું કામ તથા તેમને ત્યાં ઢોર છે તેમનું દેખરેખથી લઈ સાફ સફાઈ નું બધું કામ એકલા કરે છે પરંતુ ખેતીમાંથી આવતી આવક અને ભેંસનું દુધ વેચીને આવતી બધી આવક મહિલાના પતિ લઈ લે છે મહિલા ને ઘર ચલાવવામાં પણ મદદ નથી કરતાં કે મહિલા તેમની દીકરીના ખર્ચ માટે પૈસા માંગે તો પણ નથી આપતા. તથા મહિલા સાથે દરરોજ ઝઘડો કરી હેરાનગતિ કરે છે. તેમના પતિના અપશબ્દો બોલવાના કારણે તથા દરરોજ ઝઘડો કરવાના કારણે તેમની દિકરી સરખી રીતે ભણી નથી શકતી, તથા મહિલા પર પતિના વહેમ કરવાના કારણે તેમના સંબંધી કે પડોશી તેમની મદદ નથી કરતાં. મહિલાના પતિ ને કોઈ પણ સમજાવવા આવે તો તેમને અપશબ્દો બોલી ભગાવી દેતા હોય છે. 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર જ મહિલાના પતિ ને દરવાજો ખોલવા જણાવીને મહિલા અને તેમની દિકરી રાત્રિના સમયે ઘર ની બહાર કેમ છે તથાં તેઓ તેમને શોધવા કેમ નહીં ગયા તેમ પુછતાં મહિલાનાં પતિ કઈ જવાબ આપતાં ના હતાં. તેમને સમજણ આપી તેમને મહિલા પર વહેમ ન કરવા જણાવેલ, મહિલાના પતિની ભુલ હોવાથી તેઓ તેમની ભુલ સ્વીકારતાં તેમને સુધરી જવા જણાવેલ તથા કાયદાનું ભાન કરાવી ખોટી રીતે મહિલાને હેરાનગતિ નહીં કરે ઘર ચલાવવામાં મદદ કરે તથા તેમના કારણે તેમની દિકરી ને પણ ભણવામાં સમસ્યા થાય છે તેમ સમજાવી હવે પછી મહિલાને કે તેમની દીકરીને રાત્રીના સમયે ઘર ની બહાર જવા નહીં દે તે વાતનું ધ્યાન રાખવા જણાવી તેમના પતિ હેરાનગતિ નહીં કરે તેમ જણાવતાં તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સુખદ સમાધાન કરાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.