કલા મહાકુંભની પ્રદેશ કક્ષાની સ્પર્ધાનો વ્યારા નગરમાં દબદબાભેર પ્રારંભ

૩૦ કૃતિઓ માટે ૪૦૦૦ સ્પર્ધકો દક્ષિણપથ વિવિધલક્ષી વિધાલય ખાતે જિલ્લા કક્ષાની વિજેતા કૃતિઓ રજૂ કરશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૧૧. વ્યારા નગરના આંગણે દક્ષિણ ગુજરાત પ્રદેશ કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪–૨૫ ના બે દિવસીય કાર્યક્રમનો આજરોજ દક્ષિણપથ વિધાલય ખાતે પ્રારંભ થયો હતો. રમતગમત, યુવા અને સાંસકૃતિક પ્રવૃતિઓ વિભાગ, હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી દ્વારા આયોજિત આ સ્પર્ધામાં કુલ ૯ જિલ્લાઓના વિજેતાઓ વચ્ચે પ્રાદેશિક સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
તા.૧૧ ફેબ્રુઆરી ના રોજ દક્ષિણપથ વિદ્યાલયના સહયોગથી ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, અધિક નિવાસી કલેકટરશ્રી આર.આર. બોરડ, નગરપાલિકાના પ્રમુખ શ્રી રિતેશ ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી અમૃતા આર ગામિત, રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ, પદ્મશ્રી રમીલાબેન ગામિત, ડૉ.આશિષ ગામિત તેમજ મોટી સંખ્યામાં સ્પર્ધકો, નિર્ણાયકો, પ્રેક્ષકો, કલાકારો જોડાયા હતા.
આ બે દિવસીય ૩૦ સ્પર્ધાઓમાં કુલ ૪ હજાર વ્યક્તિગત અને સામૂહિક સ્પર્ધકો ભાગ લેવાના છે. આ સમારોહમાં મુખ્ય મહેમાન અને ઉદ્ઘાટક એવા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ જણાવ્યું હતું કે કલાના ક્ષેત્રમાં વ્યારા નગર પહેચાન બનાવવા લાગ્યું છે. આપણા જિલ્લાએ કેટલાય પ્રસિદ્ધ કલાકારોને પ્લેટફોર્મ આપ્યું છે. ગુજરાત સરકારના કલાના પ્રોત્સાહન માટે આવી સ્પર્ધાઓ લોકજીવનને ધબકતું રાખે છે. આજે ૯ જિલ્લાઓ માથી આટલી મોટી સંખ્યામાં આવેલા કલાકારો, નિર્ણાયકો, શિક્ષકો, કલા રસિકોન તાપી જિલ્લામાં આવી સ્પર્ધા માટે આવે તે સમગ્ર જિલ્લા માટે એક ગૌરવની બાબત છે એમ ઉમેરી આંનદની લાગણી વ્યક્ત કરી હતી..
દક્ષિણ ઝોનના તમામ જિલ્લાઓમાં સુરત શહેર અને ગ્રામ્ય, ડાંગ, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી અને નર્મદા એમ કુલ ૯ જિલ્લાઓના ૪ વય જૂથ વચ્ચે 30 કૃતિઓ માટે પ્રાદેશિક કક્ષાએ સ્પર્ધાઓ યોજાઇ રહી છે. આ સ્પર્ધાઓમાં વિજેતા ટીમ અને વ્યક્તિગત કૃતિઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.