બજેટની જોગવાઈઓથી ભારતીય મત્સ્યપાલન ક્ષેત્ર વધુ નફાકારક અને આત્મનિર્ભર બનશે : ડૉ. સ્મિત લેન્ડે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શનિવારે જાહિર થયેલા કેન્દ્ર સરકારના બજેટ ૨૦૨૫ માં મત્સ્ય ઉદ્યોગના વિકાસ અર્થે થયેલ જોગાઇ અને તેના મહત્વના પાસા અંગે સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચરના કામધેનુ યુનિવર્સિટી ઉકાઇના હેડ ડૉ. સ્મિત લેન્ડે પોતાના મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ વર્ષે બજેટમાં નાના માછીમારો અને મત્સ્યપાલકો માટે સરસ યોજનાઓ જાહેર કરેલ છે જેથી મત્સ્ય ઉદ્યોગમાં મોટો વધારો થશે. મત્સ્ય પાલન ક્ષેત્રે નવા ઉદ્યોગસાહસિકો માટે નવા સ્ટાર્ટઅપ્સથી મત્સ્ય ઉદ્યોગમાં નવી દિશા મળશે. મત્સ્ય પાલનથી સહકારી ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવશે. નવા સ્ટાર્ટઅપ્સ માટે સહાયતા તેમજ સસ્તું અને પૂરતુ ઋણ ઉપલબ્ધ કરવાની અત્યંત જરૂરિયાત છે. ત્યારે બજેટમાં સારું એવું આ બાબતે પ્રાવધાન રજૂ કરાયું છે. આમ સર્વે સમાવેશી બજેટ થી આવનારા સમયમાં મત્સ્યપાલન ઉદ્યોગ ક્ષેત્રે વધુ નફાકારક અને આત્મનિર્ભર બની મજબૂત બનશે એવું મત વ્યક્ત કર્યું .
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.