ઉધનાથી ભેસ્તાન રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન અડફેટે કપાઈ મરણ જનાર અજાણ્યા પુરૂષના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૦૭/૨૦૨૫ બી.એન.એસ.એસ.કલમ-૧૭૪ મુજબના મરનાર એક અજાણ્યો પુરુષ ઉ.વ. ૩૦ ના આશરાનો તા. ૧૧/૦૧/૨૦૨૫ ના કલાક ૧૯:૩૦ વાગ્યા પહેલા ઉધના રેલવે સ્ટેશન થી ભેસ્તાન રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે કિ.મી. નં. ૨૬૧/૧૯-૨૧ ની વચ્ચે અપલાઈન ઉપર ટ્રેન નં. ૧૨૯૩૦ અપ એક્સપ્રેસની અડફેટે આવી જવાથી કપાઈ જવાના કારણે ઘટના સ્થળે મરણ ગયેલ છે. મરનારના વાલી-વારસોની તપાસ કરાવડાવતા મળી આવેલ નથી જેથી ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો વ્યારા રેલવે આઉટ પોસ્ટ, સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાનો, રંગે- ધઉં વર્ણનો, શરીરે માધ્યમ બાંધો. ઊંચાઈ ૫×૫” .
મરનારે પહરેલ કપડાનું વર્ણન :- બદન ઉપર બ્લ્યુ કલરનું આખી બાયનું શર્ટ તથા કમરના ભાગે ક્રીમ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે. અને મરુન કલરનો જાંગીયો પહેરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.