ઘરફોટ ચોરીમાં છેલ્લા બે વર્ષથી નાસ્તા-ફરતા રીઢા ગુનેગાર વિપુલ ભુરીયાને યુ.પી.ના ગોરખપુર ખાતેથી પકડી પાડતી સોનગઢ પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝરએ તાપી જીલ્લાના નાસતા-ફરતા આરોપીની તપાસ કરી નક્કર કામગીરી કરવા સુચના આપી હતી જેના આધારે પો.ઈન્સ. કે.ડી. મંડોરા સોનગઢ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન અને સુચના આધારે, કાકરાપાર પોલીસ સ્ટેસ્ટેશન તેમજ વ્યારા પોલીસ સ્ટેશમા નોંધાયેલ ગુનાઓના નાસ્તા ફરતા આરોપી વિપુલભાઈ મંગાભાઈ ભુરીયા, રહે, ચિલાકોટા તા.લીમખેડા જી.દાહોદને ટેક્નિકલ તેમજ હ્યુમન સોર્સ આધારે પો.સ.ઇ. કે.આર. ચૌધરી તથા અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ તેમજ અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈએ ઉત્તરપ્રદેશ રાજયના ગોરખપુર ખાતેથી પકડી લાવી તેની અટક કરી, વ્યારા પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે.
પકડી પાડેલ આરોપીનું નામ સરનામા:-
વિપુલભાઈ મંગાભાઈ ભુરીયા, રહે, ચિલાકોટા તા.લીમખેડા જી.દાહોદ.
ગુનાહિત ઈતિહાસ;-
(૧) બોરસદ રૂલર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૧૫૦૦૭૨૨૦૨૧૭/૨૦૨૨ ઈ.પી.કો. કલમ. ૩૮૦,૪૫૭ મુજબ.
(૨) કાકરાપાર પોલીસ પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૩૨૨૦૪૯૨/૨૦૨૨ ઈ.પી.કો.કલમ. ૩૮૦,૪૫૭.
(3) વ્યારા પોલીસ પાર્ટ એ ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૧૨૩૦૦૧૫/૨૦૨૩ ઈ.પી.કો.કલમ. ૩૮૦,૪૫૪,૪૫૭
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
૧- પો.સ.ઈ.શ્રી. કે.આર.ચૌધરી સોનગઢ પોલીસ સ્ટેશન.
૨- અ.હે.કો. દશરથભાઈ ભુપતભાઈ
૩- અ.પો.કો. રાજુભાઈ ઝીણાભાઈ
૪- અ.પો.કો. રાજીશભાઈ ગોપાળભાઈ
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.