મોટામિયા માંગરોલ ખાતે ટોરોન્ટો મુસ્લિમ પ્રિમીયર લીગ સિઝન ૩ ની ફાઈનલ મેચમાં આફ્રીકા ઈગલની ટીમ વિજયી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજીત ટોરોન્ટો મુસ્લિમ પ્રિમીયર લીગ સિઝન ૩ ની ફાઈનલ મેચ માંગરોલનાં મોટા બોબાત સ્પોર્ટ્સ કલબ પર આફ્રીકા ઈગલ અને કેશવા ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી. જેમાં આફ્રીકા ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૫ રન કર્યા હતાં. જેનાં જવાબમાં કેશવ ઈન્ડસ્ટ્રીઝની ટીમ ૧૦ વિકેટે ફક્ત ૬૧ રન જ બનાવી શકી હતી.
આફ્રીકા ઈગલ તરફે આરીફ હાંસલોદ, નઈમ શેખ (બાઝ) અને ફૈઝ માંજરા એ ૩-૩ વિકેટ ઝડપી હતી. આમ આફ્રીકા ઈગલની ટીમે ૭૪ રનોથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આમ ટોરોન્ટો મુસ્લિમ પ્રિમીયર લીગ સિઝન ૩ માં એક નવી ટીમે વિજયનો તાજ પહેર્યો હતો.
ફાઈનલ મેચ બાદ સ્વાગત પ્રવચન સલીમભાઈ પાંડોરે કર્યુ હતું. પ્રાસંગિક પ્રવચન ટુર્નામેન્ટ સી.ઈ.ઓ. ઈસ્માઈલ મતાદારે કર્યુ હતું. પ્રેઝન્ટેશન કાર્યક્રમનું સંચાલન જાવેદ ખરોડીયા અને સરફરાઝ ઉમરે કર્યુ હતું. ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ શાહીદ પટેલ (કેશવા ઈન્ડસ્ટ્રીઝ), બેસ્ટ બેટ્સમેન સાજીદ રાવત (આફ્રીકા ઈગલ), બેસ્ટ બોલર સાલીમ અશરફ (આફ્રીકા ઈગલ), ઈમરજીંગ પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ આદિલ આંધી (ટી & બી બ્રધર્સ), બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ
જાબીર સૈયદ (ટી & બી બ્રધર્સ) જાહેર થયાં હતાં. જ્યારે ફાઈનલમાં મેન ઑફ ધ મેચનો ખિતાબ આરીફ હાંસલોદે (આફ્રીકા ઈગલ) હાંસલ કર્યો હતો.
સદર ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે કેનેડા સ્થિત નાસીર અલી, ફહદ મતાદાર, શોકત દરસોત, ઈસ્માઈલ બોબાત (રાજા), યુસુફ મતાદાર, સાઉથ આફ્રિકા સ્થિત અલ્તાફ તાડવાલા તથા ઝામ્બીયા સ્થિત જાવિદ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. વિજેતા ટીમ, રનર્સઅપ ટીમ તેમજ અન્ય પ્લેયરોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી તેમજ શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જુબેર બોબાત, ઈબ્રાહીમ માંજરા (સફારી), મકસુદ માંજરા (લાલ), અસ્લમ બોબાત તેમજ તમામ કોર કમિટી સભ્યોએ ખૂબ મહેનત કરી હતી. આ તકે ટુર્નામેન્ટ સી.ઈ.ઓ. ઈસ્માઈલ મતાદારે તમામ સ્પોન્સરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *