કંપનીમાં સ્ટોર મેનેજર દ્વારા મહિલાને કામના સ્થળે હેરાન કરતા પીડિત મહિલાએ બારડોલી ૧૮૧ અભયમ ટીમની મદદ લીધી

(પ્રિયા દુબે દ્વારા, તૂંડી-પલસાણા) : મળતી માહીતી મુજબ પલસાણા તાલુકાના એક વિસ્તારમાથી પીડિતા દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે પીડિતા ની ઉંમર 35 વર્ષ છે. અને તેમના છોકરા સાથે રૂમ ભાડે રાખીને રહે છે. અને પલસાણામાં એક કંપનીમાં પીડિતા એક સિક્યોરિટીનું કામ સાત મહિનાથી કરે છે. એક દિવસ અગાઉ પીડિતાને સ્ટોર મેનેજર દ્વારા વ્યસન કરીને તેમની ઓફિસમાં કામ છે. એવું કહી બોલાવવામાં આવ્યા બાદ અભદ્ર વર્તન કરવાની કોશિશ કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ગંદા ઈશારા કરવામાં આવ્યા હોવાથી પિડીત બહેને ત્યાંથી ભાગીને તેમના સુપરવાઈઝરને જાણ કરતા 181 મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. જેથી 181 ટીમ દ્વારા સ્થળ પર જઈને પિડીત બહેન અને સ્ટોર મેનેજરનું કાઉન્સિલીગ કરીને સમજાવતા સ્ટોર મેનેજરે પોતાની ભૂલ સ્વીકારી હતી. અને કંપનીના મેનેજરે કંપનીમાંથી સ્ટોર મેનેજર ને કાઢી મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ પિડીત બહેનને આશ્વાસન આપી કાયદાકીય સમજ આપવામાં આવી હતી. અને પિડીત બહેન તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવા માંગતા હોવાથી પિડીત બહેનને પલસાણા પોલીસ સ્ટેશનમાં અરજી અપાવી આગળની કાર્યવાહી કરવા માટે સોંપેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.