નિઝર તાલુકાના વેલદા ગામની સીમમાં આવેલ ખેતરમાં એક્સપ્લોઝીવ ઝીલેટીન સ્ટીક ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પો.સ.ઇ.શ્રી એન.પી. ગરાસીયા તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ, નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ તથા અ.હેડ.કોન્સ કમલેશભાઇ કુષ્ણાભાઇને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ભાવિનભાઇ પુજાલાલભાઇ પટેલ રહે વેલદા ગામ ચૌધરી ફળિયા તા.વ્યારા જી.તાપી પોતાના ખેતરમાં એક ટ્રેક્ટર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે બ્લાસ્ટીંગ કરી કુવાનું ખોદકામ કરી રહેલ છે. તેવી બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યા વેલદા ગામની સીમમાં આવેલ ભાવિનભાઇ પુજાલાલભાઇ પટેલ રહે વેલદા ગામના ખેતરમાં આવી તપાસ કરતાં મળેલ બાતમી હકિકત મુજબની જગ્યાએ જઇ તપાસ કરતા કુવામાં બ્લાસ્ટીંગ કરી દીધેલ હોય અને ખેતરમાં એક ટ્રેકટર તથા ચાર વ્યકિત (૦૧) ભાવિનભાઇ પુજાલાલભાઇ પટેલ રહે વેલદાગામ ચૌધરી ફળિયા તા.વ્યારા જી.તાપી (૦૨) રામચંદ્ર નંદાજી ભીલ આશરે ઉ.વ .૫૦ મુળ રહે.સુવાણાગામ ચામુંડામાતાજી કા ખેડા થાના સુવાણા જી.ભીલવાડા (રાજસ્થાન) હાલ રહે. નિઝર ભૈરૂલાલ લાદુલાલ જાટ ના મકાનમાં તા.નિઝર જી.તાપી તથા નંબર (૦૩) જમનાલાલ સોહનલાલ જાટ ઉ.વ ૩૦ રહે પ૦ મુળ રહે.સુવાણા ગામ મોતી ચોક કિર મૌયલા થાના સુવાણા જી.ભીલવાડા (રાજસ્થાન) હાલ રહે. નિઝર ભૈરૂલાલ લાદુલાલ જાટ ના મકાનમાં તા.નિઝર જી.તાપી હોવાનુ જણાવેલ તથા (૦૪) ધનરામ લાદુ કીર રહે.સુવાણાગામ ચામુંડામાતાજી કા ખેડા થાના સુવાણા જી.ભીલવાડા (રાજસ્થાન) હાલ રહે. નિઝર ભૈરૂલાલ લાદુલાલ જાટ ના મકાનમાં તા.નિઝર જી.તાપી હોય, અને જેમાં આ લોકો પાસેથી (૧) ૦૭ નંગ ઝીલેટીન સ્ટીક સ્ફોટક પદાર્થ કિ.રૂ. ૧૪૦૦/- તથા (૨) બ્લાસ્ટમાં ઉપયોગમાં લીધેલ લાલ કલરનો કેબલ વાયર આશરે ૭૦ મીટર લંબાઇ નો કીં.રૂ. ૭૦૦/- તથા (૩) બ્લાસ્ટમાં ઉપયોગમાં લીધેલ કાળા કલરનો કેબલ વાયર આશરે ૬૦ મીટર લંબાઇ નો કીં.રૂ. ૬૦૦/- તથા (૪) એક ઇલેક્ટ્રીક કરંટ માટેની લાકડાના બોક્ષમાં મુકેલ બેટરી કીં.રૂ. ૫૦૦/- તથા (૫) એક ટ્રેક્ટર નં. MXN-3508 લખેલ FORD-3600 ડ્રીલમશીન કમ્પ્રેશર સહીતનું ટ્રેક્ટર કીં.રૂ. ૧,૦૦,૦૦૦/-તથા (૬) એક લાવા કંપની કંપનીનો ડબલ સીમવાળો મોબાઇલ જેની કીંમત રૂપીયા ૫૦૦/- નુ મળી કુલ્લે કિમત રૂપિયા ૧,૦૩,૭૦૦/- નો કબ્જે કરેલ છે તથા આ આરોપીઓ વિરૂધ્ધમાં નિઝર. પો.સ્ટે.મા ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એન.પી. ગરાસીયા તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.