અંકલેશ્વરની કન્યા શાળા બ્રાન્ચ નંબર 1 ખાતે મકરસંક્રાંતિની ઉજવણી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત ગોયાબજાર સ્થિત કન્યા શાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે મકરસંક્રાંતિની ઉજવણી સ્વનિર્મિત પતંગો દ્વારા કરવામાં આવી હતી. જેમાં શાળાનાં વિદ્યાર્થીઓએ વાલીઓનાં સહયોગથી કાગળ અને વાંસનો ઉપયોગ કરીને પતંગો બનાવી હતી. શાળા સ્ટાફ વિદ્યાર્થીઓને બોર અને ચીકી વહેંચીને ઉજવણીમાં સહભાગી બન્યા હતાં.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.