સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અંતર્ગત સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર ખાતે “યુથ એન્ટરપ્રિનીયોરશીપ ઈન ફિશરીઝ” વિષય ઉપર એક દિવસીય પરિસંવાદનુ આજ રોજ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સામાજીક અગ્રણી શ્રી જીગ્નેશભાઈ ગામીત, સેન્ટર ઓફ એકસલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સીટી, ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે, તેમજ સ્પર્શ ફાઉડેશનના અધિકારીશ્રી જીતેન્દ્ર પાલ અને ૫૦ યુવાન માછીમારો હાજર રહેલ હતા. આ કાર્યક્રમ દરમિયાન ડો. સ્મિત લેન્ડે દ્વારા યુથ એન્ટરપ્રિનીયોરશીપ ઈન ફિશરીઝ બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તેમજ શ્રી જીગ્નેશભાઈ ગામીત દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસના બાબતે સ્વામી વિવેકાનંદજીની જીવનશૈલી અને એમના દ્વારા આપેલા વિચારો યુવાનો સામે રજૂ કરવામાં આવ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.