ગેરકાયદેસર રીતે હાથ બનાવટના દેશી તમંચા સાથે એકને ઝડપી પાડતી નિઝર પોલીસ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા તથા શ્રી આઇ.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર વિભાગ, નિઝરએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને પકડવા અંગે સુચના આપેલ. જે અનુસંધાને સુ.શ્રી. એમ.ડી.વિઠ્ઠલપરા પોલીસ ઇન્સપેક્ટર નિઝર પોલીસ સ્ટેશનના માર્ગદર્શન મુજબ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને પકડવા અંગે પ્રયત્નશીલ હતા

તે દરમ્યાન અ.પો.કો. મેહુલભાઈ અરવિંદભાઇ તથા પો.કો. મુકેશકુમાર સૅધાજીને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે અનિલભાઇ શાંતારામભાઇ કુંભાર ઉ.વ. ૨૮, રહે – નવી ભિલભવાલી મંદિર ફળિયું, તા.નિઝર, જી.તાપીએ પોતાના કબજામાં એક દેશી હાથ બનાવટનો તમંચો કિંમત રૂ. ૩૦૦૦/- નો વગર પરવાને ગેરકાયદેસર રીતે રાખી ગુન્હો કરેલ હોય તેના વિરુધ્ધ નિઝર પો.સ્ટે.મા ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગત:

અનિલભાઇ શાંતારામભાઈ કુંભાર ઉ.વ. ૨૮, રહે- નવી ભિલભવાલી મંદિર ફળિયું, તા.નિઝર, જી.તાપી

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. સુ. શ્રી. એમ.ડી. વિઠ્ઠલપરા, નિઝર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. યોગેશભાઇ ભગતસિંહ, અ.હે.કો. જગદીશભાઇ રામસિંગભાઇ તથા અ.પો.કો. મેહુલભાઈ અરવિંદભાઇ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજી, પો.કો. પૃથ્વીરાજસિંહ ઘનશ્યામસિંહ, પો.કો. કલ્પેશભાઇ મસાભાઇ, પો.કો. સંતવાનભાઈ ગોમાભાઇએ કામગીરી કરેલ.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other