પાઈપ બેન્ડ પરેડ, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ, સ્ટંટ શો તેમજ અશ્વ અને શ્વાન શો સહીતના સંસ્કૃતિક કાર્યક્રમથી તાપી જિલ્લાના નાગરિકો ૭૬માં ગણતંત્ર દિનને સલામી આપી આવકારશે
“જહાં ડાલ ડાલ પર સોનેકી ચીડિયા કરતી હૈ બસેરા..” ના ખ્યાલને મૂર્તિમંત કરી ‘વિકસિત ભારત ૨૦૪૭’ સ્વપ્નને સાકાર કરવાની નેમ સાથે પ્રજાસતાક પર્વને ઉજવવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૬. રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની રાજ્ય સ્તરીય ઉજવણી કરવાની તક તાપી જિલ્લાને આપવામાં આવતા ગણતંત્ર દિનની ઉજવણી બાજીપુરા ખાતે કરવામાં આવશે. નવા વર્ષના સજ્યના સૌથી મોટા કાર્યક્રમ તાપી જિલ્લાને આંગણે હોઈ સંકલન સમિતિના તમામ આધિકારીઓએ અગ્રીમતા આપી તૈયારી શરુ કરી છે. તા.25 જાન્યુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે એટ હોમ કાર્યક્રમમાં હાજરી આપશે. રાજભવન, ગાંધીનગરના સૌજન્યથી થનારો આ કાર્યક્રમ વ્યારા શહેર અને તાપી જિલ્લા માટે એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહેવાનો છે. આ ઉપરાંત દક્ષિણાપથ વિદ્યાલયના પ્રાંગણમાં જિલ્લાના તમામ નાગરિકો માટે જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમ, મેગા ઇવેન્ટ તા.૨૫ જાન્યુઆરીના રોજ સાંજે ૭ કલાકે યોજવામાં આવશે. તા.૨૬મી જાન્યુઆરીના દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તાપી જિલ્લાની હદમાં નેશનલ હાઈવે નં.૫૩માં પરેડ ગ્રાઉન્ડ, બાજીપુરા ખાતે રાજ્યસ્તરીય કાર્યક્રમમાં હાજરી આપશે. સમગ્ર જીલ્લાના તમામ ૭ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં નાગરિકો આ મુખ્ય કાર્યક્રમના સાક્ષી બનવા હાજર રહેવાના છે. તમામ મહાનુભાવોની હાજરીમાં પરેડ, માર્ચ પાસ્ટ તેમજ પોલીસ વિભાગ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પરેડ, મહિલા કોરિયોગ્રાફી ઇવેન્ટ, મોટર સાયકલ સ્ટંટ, ડોગ શો, હોર્સ શો, તેમજ પુરસ્કાર અને ટ્રોફી વિતરણ જેવા ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.