ચોથી જાન્યુઆરી અંકલેશ્વર શહેરના સર્વ હિન્દુ સમાજ માટે ખુશીનો દિવસ
શ્રીમંત યોગી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વારૂઢ પ્રતિમાનું ભાજપાના પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના હસ્તે અનાવરણ થશે.
(પ્રતિનિધિ દ્વારા, ભરૂચ) : અંકલેશ્વર શહેરમાં વર્ષોથી હિન્દુ સમાજની માંગ હતી કે શહેરમાં હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવે તે સ્વપ્ન હવે 4 જાન્યુઆરી ના રોજ પૂર્ણ થશે નવસારીનાં સાંસદ, ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલનાં હસ્તે શહેર ના જોગર્સ પાર્ક અંકલેશ્વર જી.આઇ.ડી.સી ના હદ વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક અંકલેશ્વર ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય અશ્વારૂઢ પ્રતિમાનું અનાવરણ કાર્યકમ યોજાશે.
અંકલેશ્વર શહેર ના શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાં અનાવરણ ને લઈને મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં 4,થી જાન્યુઆરી ના રોજ સવારે 10:00 થી બપોરે 01:00 કલાક સુધી શ્રી શિવ પ્રતિષ્ઠા પૂજા કરવામાં આવશે તથા શહેર માં બપોરે 02:00 કલાકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા, બાઈક રેલી યોજવામાં આવશે જે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી ને અંકલેશ્વર શહેરના જોગર્સ પાર્ક અંકલેશ્વર જી.આઇ.ડી.સી ના હદ વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સાંજે 04:00 કલાકે પહોંચશે ને પુર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાશે જ્યાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી તથા ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલ નાં હસ્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેશ આ પ્રસંગે ભાજપ અઘ્યક્ષ સી.આર.પાટીલ જોડે સાંસદ સભ્યશ્રી મનસુખ વસાવા રાજ્યના ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કુંવરજી હળપતિ તથા રાજ્યના મંત્રીઓ અને સ્થાનિક ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહશે.
તા.04/01/2025 શનિવાર ના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ની પૂર્ણ કદની અશ્વારૂઢ પ્રતિમા નો અનાવરણ કાર્યક્રમ સાંજે 04:00 કલાકથી 6:00 કલાક સુધી રહેશે આ પ્રતિમાનું ભાજપા ના પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે અનાવરણ થશે આ ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમમાં જોડાવા સમગ્ર અંકલેશ્વર શહેર તથા આજુબાજુ વિસ્તારના સમગ્ર અંકલેશ્વરની શિવ પ્રેમી, ધર્મ પ્રેમી, હિન્દુ પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી જનતાને પધારવા મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.