યુનિક વિદ્યા ભવન સોનગઢ ખાતે રોબોટિક્સ વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન યોજાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, સોનગઢ) : તારીખ 27/12/2024, શુક્રવારના રોજ યુનિક વિદ્યા ભવન, સોનગઢ ખાતે રોબોટિક્સ, વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનનું વાલીઓ તેમજ ગ્રામજનો માટે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શન નિહાળવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે સોનગઢ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડોક્ટર રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રદર્શનમાં પૂર્વ-પ્રાથમિક વિભાગ થી ધો.12 વિજ્ઞાન અને કોમર્સના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિક વિદ્યા ભવન અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ આશરે 400 થી પણ વધારે પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં સેન્સરોની મદદથી બનાવેલા પ્રોજેક્ટ જેવા કે સ્માર્ટ ડસ્ટબીન, દ્રષ્ટિ હિન માટે સ્માર્ટ શુઝ, માનવ રહિત સ્માર્ટ રેલવે ક્રોસિંગ, આગથી પ્રાણીઓની રક્ષા કરતું પ્રોજેક્ટ, ડ્રાઇવર સ્લીપ ડિટેકશન ગોગલ, ન્યુટ્રીશન પાર્ક, ઓશિયન થીમ, ઓટોમેટીક રીન ડિટેક્ટર અને કપડા સુકાવા માટે નો પ્રોજેક્ટ લોકોના આકર્ષણનું વિશેષ કેન્દ્ર બન્યા હતા.

યુનિક વિદ્યા ભવન તાપી જિલ્લાની પહેલી શાળા છે જ્યાં વિદ્યાર્થીઓને રોબોટિક્સ વિષય ભણાવવામાં અને શીખવાડવામાં આવે છે. આ પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓ માં રહેલી સુષુપ્ત શક્તિઓ, પ્રતિભા,સર્જનાત્મકતા નો વિકાસ થયો છે. ટેકનોલોજીના આ યુગમાં વિદ્યાર્થીઓ એઆઈ અને રોબોટિક્સ ને સારી રીતે જાણી શકે તેવી કેળવણી પણ વિદ્યાર્થીઓને અહીં આપવામાં આવી છે.

શાળાના વાણિજ્ય વિભાગ દ્વારા હાલ ચાલી રહેલા સાઇબર ક્રાઇ, સાઇબર ફ્રોડ ને અટકાવવા માટે વિશેષ પ્રોજેક્ટ અને નાટકો તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટના માધ્યમથી વિદ્યાર્થીઓએ લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ અને સલામતી નો સંદેશો પાઠવ્યો હતો.

આ પ્રદર્શનમાં નાના નાના ભૂલકાઓએ સજીવ, નિર્જીવ, દરિયાઈ પ્રાણીઓ, ગણિતના આકારો, વૈજ્ઞાનિક આવિષ્કારો, વગેરેની વેશભૂષા પણ ધારણ કરી હતી. તાપી જિલ્લામાં પોતાની આગવી ઓળખ ધરાવતી યુનિક વિદ્યા ભવન એ આ પ્રદર્શનને પણ કંઈક યુનિક રૂપ રંગ સાથે લોકોની સમક્ષ રજૂ કર્યું હતું.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other