બારડોલી કોર્ટે સજાનો હુકમ સંભળાવતાની સાથે જ ભાગતા ફરતા આરોપીને પકડી પાડતી વ્યારા પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આઇ.જી.પી.શ્રી સુરત રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી દ્વારા જીલ્લામાં સમન્સ, નોટીસ, વોરંટોની વધુમાં વધુ બજવણી થાય એવી સુચના આપેલ હતી. જે આઘારે પી.જી. નરવડે નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારાએ આપેલ સુચના તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એસ. ચોહાણ, વ્યારાએ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમન્સ, નોટીસ તથા વોરંટો વધુમાં વધુ બજવણી કરવા સુચના આપેલ હતી, જે અન્વયે નામદાર અધિક જયુડી. મેજી. ફ. કોર્ટ બારડોલી-સુરતના ફો.કા.નં. ૮૫૨/૨૦૧૯ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબના ગુનાનો આરોપી પંકજ દેવીદાસ પગારે રહે. આનંદ નગર કણજા ફાટક વિશાલ પ્રેસ વ્યારા તા.વ્યારા જી.તાપી.ને તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ તકસીવાર ઠરાવી સજાનો હુકમ કરવામા આવેલ છે અને આ આરોપી વિરૂધ્ધમાં સીઆરપીસી કલમ ૭૦ મુજબનુ વોરંટ ઇસ્યુ થયેલ અને વ્યારા પો.સ્ટે.માં મળેલ.
ઉપરોકત સીઆરપીસી કલમ ૭૦ મુજબના વોરંટના આરોપીને શોધી કાઢવા આજરોજ અ.પો.કો. વિજયભાઇ બબાભાઇને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે આ આરોપી વ્યારા કણજા ફાટક પાસે ઉભો છે અને તેણે શરીરે બ્લ્યુ કલરનો શર્ટ તથા બ્લયુ કલરનું જીન્સ પહેરેલ છે જેવી ચોકકસ બાતમી હકીકત મળતા જે બાતમી આધારે અ.પો.કો. વિજયભાઇ બબાભાઇ તથા અ.હે.કો. નવરાજસીંહ જોરસીંહ તથા અ.પો.કો. સોહનભાઇ મોહનભાઇ તથા અ.પો.કો. દિલીપભાઇ અતુલભાઇ સાથે વ્યારા કણજા ફાટક પાસે આવતા ત્યાં આગળ બાતમીવાળા વર્ણનનો વ્યકિત ઉભો હોય તેને પકડી લઈ, જેનુ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ પંકજ દેવીદાસ પગારે રહે આનંદનગર કણજા ફાટક વિશાલ પ્રેસ વ્યારા તા.વ્યારા જી.તાપી હોવાનુ જણાવેલ અને વધુમાં જણાવેલ કે મારી વિરૂધ્ધમાં બારડોલી સુરત કોર્ટમાં નેગોશીયલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબનો કેસ ચાલતો હતો જે કેસમાં મને સજાનો હુકમ થયેલ તે દિવસથી હું ઘરે હાજર રહેતો ન હતો અને ભાગતો ફરતો હતો એવી હકીકત જણાવતા આ આરોપીને પકડી લઇ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વ્યારા પો.સ્ટે.માં લાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.