વ્યારાની ખુશી રાજપુત રાજય કક્ષાએ પસંદગી પામી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિકસીત ભારત યંગ લીડર્સ ડાયલોગ એ નેશનલ યુથ ફેસ્ટિવલ-૨૦૨૫ની એક મજબૂત અને નવીન પરિવર્તનશીલ પહેલ છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝન અનુસાર, ભારત ભવિષ્યના ઘડતરમાં યુવાનોના વધતા યોગદાનને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું આયોજન તા.૧૧,૧૨ જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે કરવામાં આવનાર છે.
ખુશી રાજપુતે નેશનલ યુથ ફેસ્ટિવલમાં પ્રથમ સ્ટેજમાં માય ભારત કવીઝ કોમ્પીટીશન અને બીજા સ્ટેજમાં નિબંધ લેખન (Essay writing)માં સિલેકટ થઈ હતી. ખુશી રાજપુત રાજય કક્ષાએ તા.૨૮/૧૨/૨૦૨૪ના રોજ IITE, ગાંધીનગર ખાતે થનાર ત્રીજા સ્ટેજની કોમ્પીટીશનમાં પોતાનું પ્રેઝન્ટેશન રજુ કરશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.