ડોલવણના ઘાણીગામે થી બોગસ ડોકટરને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પો.સ.ઇ.શ્રી ડી.આર. પ્રજાપતિ તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી, અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી, તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે, ડોલવણ ‘પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવીને ખાનગી રાહે બાતમી મળેલ કે, ડોલવણ તાલુકાના ઘાણી ગામ ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી મકાનમાં એક બોગસ ડોકટર નામે સોમનાથભાઇ મોહનભાઇ પટેલ ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેકટીસ કરે છે, અને આજુબાજુના ગામમાંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી હકીકત જાણવા મળેલ અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે. જેથી એ જગ્યા રેઇડ કરતા પકાડાયેલ આરોપી સોમનાથભાઇ મોહનભાઇ પટેલ ઉ.વ.૪૯ રહે.હાલ ઘાણીગામ ડુંગરી ફળિયા તા.ડોલવણ જી.તાપી મુળ રહે. રાયખેડગામ તા.શહાદા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) ના પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતુ સામાનનો જથ્થો કી.રૂ.2792/-નો મુદામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં ડોલવણ પોલીસ સ્ટેશન મથકે કાયદેસરની કાર્યવાહી કરી કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી ડી.આર. પ્રજાપતિ તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાંભાઇ વળવી તથા આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.