ભેસ્તાન અને ઉઘના રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન અડફેટે આવી કપાઈ જતાં મરણ ગયેલ અજાણ્યા પુરૂષનાં વાલી વારસો જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૨૬૫/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આ. ૩૫ના આશરાનો ગત્ તા. ૧૫/૧૨/૨૦૨૪ ના રોજ બપોરે ૦૧:૨૮ વાગ્યા પહેલા ભેસ્તાન અને ઉઘના રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન નં. ૧૨૯૦૧ની અડફેટે આવી જવાથી કપાઈ જવાના કારણે મરણ ગયેલ છે. મરનારના વાલી-વારસો આજદિન સુધી મળી આવેલ નથી જેથી મરણ જનાર અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો.
મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૫ ના આશરાનો. શરીરે મધ્યમ બાંધાનો, ઉચાઇ ૫×૫”, રંગે- ધઉં વર્ણનો. મરનારે અંગમાં કાળા કલરનું જૂનું મેલું શર્ટ તેની નીચે કાળા કલરની ડિઝાઈન વાળી ગંજી – કાળા કલરનો ટૂંકો ચડ્ડો તથા કોફી કલરનો જાંગીયો પહેરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.