તેરા તુજકો અર્પણ : નાસ્તો કરીને દુકાને રૂપિયા ભરેલ થેલી ભૂલી ગયેલા ઔરંગાબાદના વ્યકિતને શોધીને થેલી પરત કરતી વાલોડ પોલીસ : નાસ્તાની દુકાન ચલાવનાર મુકેશભાઇ ચૌધરીએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ કાલ તા.૧૮/૧૨/૨૦૨૪ નાં રોજ મુકેશભાઇ હરજાજીભાઇ ચૌધરી રહે,બુહારી તા.વાલોડ જી.તાપી વાલોડ પોલીસ સ્ટેશનના બુહારી આઉટ પોસ્ટમાં રૂબરૂમાં આવી જણાવેલ કે, તા.૧૭/૧૨/૨૦૨૪નાં રોજ તેમની નાસ્તાની દુકાને નાસ્તો કરવા આવેલ ગ્રાહક નાસ્તો કર્યા બાદ તેમની પાસેની થેલી ભુલી ગયેલ જે થૈલી ઉપર તેમનુ ધ્યાન જતા થેલીમાં રોકડા રૂ.૩૭,૮૦૦/- હોવાનું જણાયેલ જેથી આ થેલી કોઇ વ્યક્તિ શોધવા આવશે તેમ માની પોતાની પાસે રાખેલ હતી. પરંતુ તા.૧૭/૧૨/૨૦૨૪નાં રોજ સુધી કોઇ વ્યક્તિ રૂપીયા લેવા ન આવતા બુહારી આઉટ પોસ્ટમાં ASI સરજીતભાઇ બચુભાઇ ના રૂબરૂ જમા કરાવેલ હતા. જે બાબતની હકિકત પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને જાણ કરતા સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ રોકડ રૂપીયા ભુલી જનાર વ્યક્તિની તપાસ કરતા આ વ્યક્તિ ઇશ્વરભાઇ શંકરભાઇ જાદવ રહે, દાદરીયા શુગર ફેકટરીની પાછળ તા.વાલોડ જી.તાપી મુળ રહે, ભોપીવાડી તા.નાગદ જી.ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) હોવાનું જણાતા તેઓને બુહારી આઉટ પોસ્ટ ખાતે બોલાવી રૂબરૂમાં રોકડ રૂ.૩૭,૮૦૦/- સહીત થેલી સાથે સહી સલામત સુપ્રત કરેલ છે. જેમા વાલોડ પોલીસ દ્વારા ખંત પુર્વક માલીકની તપાસ કરેલ છે અને મુકેશભાઇ હરજાજીભાઇ ચૌધરીએ ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ હોય જેથી વાલોડ પોલીસ દ્વારા તેઓને સન્માનીત કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ:-
શ્રી, એમ.એમ. ગીલાતર પોલીસ ઇન્સ્પેક્ટર, ASI સરજીતભાઇ બચુભાઇ, પો.કો. વિજયભાઇ કાનજીભાઇ, TRB તરૂણભાઇ રણેશભાઇ ચૌધરી વાલોડ પોલીસ સ્ટેશનએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.