બેંક ઓફ બરોડા દ્વારા કિસાન લોન મેળામાં ૧૦.૪૬ કરોડના લોન મંજુરી પત્રો વિતરણ કરવામાં આવ્યા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયા દરમિયાન કિસાન લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોન મેળામાં બેંક ઓફ બરોડા, ઝોનલ ઓફીસના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી ગિરીશ મનશાની સાહેબ, રિજિયોનલ હેડશ્રી આદર્શ કુમાર સાહેબ અને જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભના અધ્યક્ષ એવા શ્રી ગીરીશ મનશાએ જણાવ્યું હતું કે બેંક ખેડૂતો માટે સતત ધિરાણ કરવા પ્રયત્નશીલ છે અને આ માટે કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત રિજિયોનલ હેડ શ્રી આદર્શ કુમાર સાહેબ જણાવ્યું હતું કે તાપી જિલ્લાની બેંક ઓફ બરોડાની 20 શાખાઓ સાથે મળી ને આજના ધિરાણ કેમ્પમાં 10.46 કરોડ થી પણ વધુ રકમના લોન મંજૂરી પત્રો નું 146 ખેડૂતો ને એક દિવસમાં વિતરણ કરવામાં આવેલ છે. ગ્રામ્ય લેવલ પર ખેડૂત ચૌપાનું આયોજન કરી વધુ ને વધુ ખેડૂતો આ નો લાભ લઇ શકે તેવા પ્રયાસો કરી રહી છે.
જિલ્લા ખેતવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયાએ ખેતી વિષયક યોજનાની જાણકારી આપવામાં આવેલ હતી અને દરેક ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ લેવા પર અનુરોધ કરાયો હતો.
આ પ્રસંગે સુબોધ પંજીયારી વ્યારા બેંક, લીડ બેંક મેનેજર રસિક જેઠવા તથા વિવિધ બેંકના મેનેજર અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ અને બહેનો ઉપસ્થિત રહેલ હતા.
૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
