લાગતું હતું કે કાચા મકાનમાં જિંદગી પૂરી થશે… અને લો સરકારે તો મુકેશભાઈને પાકા મકાનના પાકા માલિક બનાવી દીધા…

Contact News Publisher

વાહ રે સરકાર! ધન્ય છે તારી લોક કલ્યાણની નીતિને…

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૨૧. કાચા મકાનમાં એમનો જન્મ થયો અને જિંદગીના પાંચ દાયકા, ઉનાળામાં છાપરાના છીદ્રોમાંથી ચામડી બાળે તેવો તડકો અને ચોમાસે ગંગ-ધારા ઘરમાં આવે એટલા કાચા મકાનમાં વિતાવ્યા. બંગલાની વાત છોડો, સાત જન્મારે પાકી ઓરડીના સપના ય ભૂલેચૂકે આવતા ન હતા. ત્યારે આ સરકાર આવા ગરીબોની વહારે આવી. એય ને પાકું મકાન બાંધી આપ્યું! પાકું મકાન સપનામાં જોવાની હિંમત ન કરે એવા અદના માણસોને સરકાર પાકા મકાન બાંધી આપે છે. એનો પુરાવો તાપી જિલ્લાના કલમકુઈ ગામના મુકેશભાઈ ચૌધરી આપે છે. ચાલો માનવ કલ્યાણ લક્ષી સરકારની આત્મીયતાની વાત હવે ઘર માલિક મુકેશભાઈ પાસે જ જાણીએ.

50 વર્ષથી કાચા મકાનમાં રહેતા મુકેશભાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પોતાના પાકા મકાનનું સપનું પૂરું થયું. આ સચ્ચાઈ હજુ એમને સપના જેવી જ લાગે છે.

નાનકડા અને રમણીય એવા તાપી જીલ્લાના દુર દુર સર્પાકાર રસ્તાઓ વાળા ગ્રામીણ વિસ્તારોમાં કુદરતે તો ખોબલે ખોબલે પાણી અને કૃષિ વૈવિધ્યના ભંડાર આપ્યા જ છે, પણ રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો પણ અહી રાફડો ફાટ્યો છે. માંડ ૫૦-૧૦૦ જેટલા મકાનો હોય તેવા દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારો સુધી રાજ્ય સરકારે તેમની યોજનાઓ અને લાભો પહોચાડવામાં પણ કસર નથી છોડી.

આવી એક કહાની છે તાપીના વ્યારાથી 12 કિમી અંતરે આવેલા કલમકૂઈ ગામના મુકેશભાઇ બાલુભાઈ ચૌધરીની. 47 વર્ષીય મુકેશભાઇ પશુપાલનનો વ્યવસાય કરે છે અને ઘરમાં 5 સભ્યો છે. કલમકૂઈ ગામથી 2 કિમી દૂર આવેલા 19 આંબા ફળિયામાં મુકેશભાઇ કાચા મકાનમાં રહેતા હતા. તેમને પૂછ્યું કે કેટલા વર્ષથી તેઓ કાચા મકાનમાં રહેતા હતા, જવાબમાં તેમણે જણાવ્યું કે તેમનો જન્મ એ જ મકાનમાં થયેલો. એટલે લગભગ 50 વર્ષનો સમય ગાળો તેમણે એ કાચા મકાનમાં ગુજાર્યો. ગત વર્ષ ગ્રામ સેવકના કહેવાથી પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનામાં ફોર્મ ભર્યું. જોત જોતામાં તેમનું મકાન બંધાઈ ગયું અને સહાય ના 1 લાખ 20 હજાર જમા થયા તેમજ માનરેગા હેઠળ બીજા 23 હજાર જમા થયા. સામાન્ય માણસણે આટલા પૈસા પોતાના ખાતામાં સીધા મળી જાય એટલે એટલે એમના માટે ખુબ મોટો ટેકો મળી જાય. મુકેશભાઇ જણાવે છે કે પૈસા મળતા તેઓને ખુબ સંતોષ થયો અને આજે તેમના પરિવારજનો સાથે નવા ઘરમાં રહેવાથી તેમને ખૂબ શાંતિ મળે છે. ઘર પાકું થઈ ગયું એટલે હવે વર્ષો સુધી તેમને કોઈ ચિંતા નથી.
0000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other