નિઝર પોલીસ સ્ટેશનના હથોડા ગામે પ્રોહી રેડ તથા લોક જાગૃતિ માટે અવરનેશ પ્રોગ્રામ તથા શી-ટીમ દ્વારા સીનિયર સીટીઝનની મુલાકાત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષક સાહેબશ્રી રાહુલ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી આઇ.એન. પરમારની સુચના આધારે પ્રોહી – જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તેમજ અગામી સમયમાં મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાને આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાપી નદિના કિનારે આવેલ હથોડા ગામે અલગ અલગ વિસ્તારમાં પ્રોહી રેડ કરવામાં આવી જેમા અલગ – અલગ આરોપીઓ ઉપર ૦૪ જેટલા કેસો કરી ૧૨૦૦ લીટર જેટલો મહુડાના વોશનો નાશ કરવામાં આવેલ.
તેમજ આ હથોડા ગામમાં દારૂની પ્રવૃતિ સદંતર બંધ થાય તે માટે લોક જાગૃતિ માટે અવરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. આ ક્રાર્યક્રમમાં હથોડા ગામના આગેવાનો, ગામલોકો, મહિલાઓ તથા બાળકો હાજર રહેલ હતા અને આ કાર્યક્રમમાં ગામલોકોને દારૂના વ્યસનથી થતી અસરો અને પરીવારને પડતી મુશ્કેલીઓ બાબતે સમજ આપવામા આવી તેમજ મહિલાઓને સખી મંડળ યોજના તેમજ ગૃહ ઉધ્યોગ, પશુપાલન માટે બેંકમાંથી મળતી લોન વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ગામલોકોને અંધશ્રધ્ધા, કુરીવાજો, રૂઢીચુસ્તતા દુર કરી પોતાના બાળકોને શિક્ષણ તરફ દોરવા અપીલ કરવામાં આવી તેમજ ટ્રાફીક સબંધી, સાયબર ક્રાઇમ સબંધી, મહિલા અત્યાચાર તથા નવા કાયદા બાબતે માહિતી આપવામાં આવી.
તેમજ નિઝર પોલીસ સ્ટેશનની શી ટીમ સાથે હથોડા ગામના અંધ મહિલા સીનીયર સિટીઝન હિયાસુબેન હિરજીભાઇ પાડવીની મુલાકાત કરવામાં આવી તેમજ તેમના હાલચાલ પુછતા તેઓ ઘણા વર્ષોથી એકલા રહે છે અને એમના પરીવારમાં આગળ – પાછળ કોઇ નથી તેમજ તેમની જરૂરીયાત વિશે પુછતા તેમને રેશનીંગની જરૂરીયાત હોય જેથી તેઓને જીવન જરૂરીયાત રાશનીંગ કીટ આપવામાં આવી તેમજ ભવિષ્યમાં પણ કાઇ જરૂરીયાત પડે તો પોલીસનો સંપર્ક કરવા જણાવેલ તેમજ તેઓને અન્ય યોજનાઓનો લાભ મળી રહે તે માટે મામલતદારશ્રીને રીપોર્ટ કરવામાં આવેલ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.