તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણની બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૯- તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ અંગેની બેઠક આજરોજ કલેકટર કચેરી,વ્યારાના સભાખંડમાં કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, નાયબ વન સંરક્ષકશ્રી પુનિત ઐયર, પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલિયા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ. જયરામભાઈ ગામીત સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

સંકલન સમિતિમાં પડતર અરજીઓનો નિકાલ,નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, એ.જી.ઓડિટ પારા, પડતર કાગળો, તકેદારી આયોગની અરજીઓ, સાંસદ અને ધારાસભ્યશ્રીની અરજીઓ, સરકારી નાણાંની વસુલાત, ગૌચરની જમીનોના દબાણ તેમજ સરકારી વિવિધ વિભાગોના નકારાત્મક અખબારી અહેવાલ અંગે ચર્ચાઓ હાથ ધરાઇ હતી.

સંકલન સમિતિની આ બેઠકને સંબોધતા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે સરકારી ફરજમાંથી નિવૃત્ત થયેલા કોઈપણ કર્મચારીઓના પેન્શન કેસમાં વિલંબ ના થવો જોઈએ. ૬ મહિનામાં પેન્શન કેસોનો ઝડપથી અને સમયસર નિકાલ કરવાનો હોય છે.

સરકારી લેણાની બાકી વસુલાત સમયસર થાય સંસદ સભ્યો, ધારાસભ્યો અને પદાધિકારીઓને તેઓના પ્રશ્નનો યોગ્ય ઉત્તર અપાય તેમજ નકારાત્મક અખબારી અહેવાલો અંગે સત્વરે તપાસ-અહેવાલ કલેકટરશ્રીને રજુ કરવા અનુરોધ કરાયો હતો.

ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી તથા ડો.જયરામભાઇ ગામિત દ્વારા પોતાના મતવિસ્તારોના પ્રશ્નો રજુ કર્યા હતા. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલ રોડ રસ્તા કોઝવેવેના કામો સહિતના વિવિધ પ્રશ્નોના જડપી ઉકેલ લાવવા કલેકટરશ્રીએ સંબધિત અધિકારીઓને સુચનો આપી સત્વરે કામગીરી પુર્ણ કરવા તાકિદ કરી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ, નાયબ કલેક્ટરશ્રી તૃપ્તિ પટેલ સહિત સંકલનના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *