વરસાદ બાદ તાપી જિલ્લાના નિજરમાં પડેલા ખાડાઓ પેચવર્ક થકી કરાયા દુરસ્ત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ,તા.17. જિલ્લાના વાહનચાલકોને રસ્તાઓના ખાડાઓથી મુક્ત કરવાના પ્રયાસોરૂપે રસ્તાઓના સમારકામ અને વિવિધ ટેકનીકસ પ્રયોજીને ખાડા પૂરવાના કામો હાલ વરસાદે વિરામ લેતા કરવામાં આવી રહ્યા છે. રસ્તાઓને પૂર્વવત કરવા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના સંકલનથી આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે.
લગભગ તમામ અસર પામેલા વિસ્તારોમાં રસ્તાઓને સુધારીને વાહન વ્યવહારને યોગ્ય એટલે કે મોટરેબલ કરવામાં આવ્યા છે. જેમાં વેટ મિક્ષ અને હોટ મિક્ષ મટીરીયલ પાથરવા સહિત જરૂરી કામો કરવામાં આવ્યા છે. છેલ્લા અઠવાડિયામાં નિજર તાલુકાના મુખ્ય માર્ગોને સુધારીને વાહન વ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યા છે.
બહુધા ચોમાસા દરમિયાન ખાડા પૂરવા માટે વેટ મિક્ષ સામગ્રી વાપરવામાં આવે છે. જો કે મજબૂતીની ખાતરી માટે વરસાદ અટકે ત્યારે હોટમિક્ષ સામગ્રીનો ઉપયોગ કરીને એ ખાડાઓ પર પેચ વર્ક કરીને રસ્તાઓને વાહન વ્યવહાર યોગ્ય બનાવવામાં આવ્યા
રસ્તા પરના ખાડા ફક્ત વેટ મિક્ષ મટીરીયલથી પૂરવાથી કામ પૂરું થઈ જતું નથી. વરસાદ ફરી પડે ત્યારે આ મટીરીયલ હટી જાય છે. એટલે તાત્કાલિક ઉપાય તરીકે વેટ મિક્ષથી પૂરીને પછી હોટ મિક્ષ કામગીરીથી મોટા ખાડાઓની જગ્યાઓને ફિક્સ એટલે કે મજબૂત કરવામાં આવે છે. આ રીતે રસ્તા ખાડામુક્ત કરવામાં આવે છે.
00000000000000000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.