આર્મ્સ એકટના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહીલ, ઈ. પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પો.સ.ઈ.શ્રી એન.પી. ગરાસીયા તથા UASI આનંદજીભાઇ ચેમાભાઇ તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી એસ.ઓ.જી. ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓ વોચ તપાસમાં હતા તે દરમ્યાન UASI આનંદજીભાઇ ચેમાભાઇ તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવીને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળેલ કે, સુરત ગ્રામ્ય પલસાણા પો.સ્ટે.મા નોંધાયેલ આર્મ એક્ટ મુજબના ગુનાના કામે સંડોવાયેલ વોન્ટેડ આરોપી સોનું હથોડા રાકેશભાઇ સિંગ રહે. માયપુર ને.હા.નં- ૫૩ નાં રોડ ઉપર આવેલ રાજપુત ઢાબા ખાતે તા.વ્યારા જી.તાપી વોન્ટેડ હોય, અને આ વોન્ટેડ આરોપી માયપુર ને.હા.નં- ૫૩ નાં રોડ ઉપર આવેલ રાજપુત ઢાબા ખાતે હોવાની બાતમી આધારે માયપુર રાજપુત ઢાબા પર જતા આ વોન્ટેડ આરોપી રાજેન્દ્ર ઉર્ફે સોનું હથોડા રાકેશભાઇ સિંગ ઉ.વ. ૨૧ ધંધો- વેપાર હાલ રહે. માયપુર ને.હા.નં- ૫૩ નાં રોડ ઉપર આવેલ રાજપુત ઢાબા ખાતે મુળ રહે. બી-૨/૫૩૪ રાજ અભિષેક સીટી હોમ્સ બકરા મંદિરની સામે સચીન, સુરત શહેર જી.સુરત મુળ વતન-કુદુપુર ગામ થાના રમદિયાલ ગંજ બજાર જી.જોનપુર (ઉત્તર પ્રદેશ) પકડાઇ જતા તા- ૧૬/૧૦/૨૦૨૪ નાં રોજ અટક કરી આગળની વઘુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોપેંલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, ડી.એસ. ગોહીલ પોલીસ ઈન્સ્પેકટર, ઇ.એસ.ઓ.જી. શાખા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી એન.પી. ગરાસીયા તથા UASI આનંદજીભાઇ ચેમાભાઇ બ.નં. ૨૬૭ તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાંભાઇ વળવીએ કામગીરી કરેલ છે.