NDPSનાં ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાએ એસ.ઓ.જી ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને શ્રી કે.જી. લીંબાચીયા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી.ની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એસ.ઓ.જી. શાખાનાં UASI આનંદજીભાઇ ચેમાભાઇને ખાનગી રાહે બાતમી મળેલ કે, બારડોલી ટાઉન પો.સ્ટે.માં નોંધાયેલ NDPS મુજબના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી આરોપી ગોપાલભાઇ આનુભાઇ વસાવા ઉ.વ. ૨૪, ધંધો-મજુરી રહે, સયાજીગામ કાથુડ ફળીયુ, તા. ઉચ્છલ જી.તાપીનો છેલ્લા ત્રણ માસથી વોન્ટેડ હોય, અને આ વોન્ટેડ આરોપી ઉચ્છલ તાલુકાના ધારેશ્વરના વિસ્તારમાં જોવા મળેલ હોવાની બાતમી આધારે ધારેશ્વર વિસ્તારમાં જતા ત્યાં ધારેશ્વર પાટીયા પાસે આ કામનો વોન્ટેડ આરોપી ગોપાલભાઇ આનુભાઇ વસાવા ઉ.વ. ૨૪ રહે, સયાજીગામ કાથુડ ફળીયુ, તા.ઉચ્છલ જી.તાપી પકડાઇ જતા તા-૧૪/૧૦/૨૦૨૪ નાં રોજ અટક કરી આગળની વઘુ કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસ સ્ટેશનને સોર્પેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી. લીંબાચીયા, પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી.ની સુચના અને માર્ગદર્શન મુજબ UASI આનંદજીભાઇ ચેમાભાઇ તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાંભાઇ વળવી, આ.હે.કો. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા આ.પો.કો વિપુલ રમણભાઇ એસ.ઓ.જી. શાખાએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.