“ગંગા સમગ્ર” તાપી પ્રાંત દ્વારા કલેકટર તાપીને “શ્રીમદ્ ભગવદ્ ગીતા” નો શિક્ષણમાં ધો.6,7,8 માં અભ્યાસક્રમ માં કાયમી સમાવેશ કરી ભણાવવામાં આવે એવું સમર્થન પત્ર સોંપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના વરિષ્ઠ પ્રચારક અને “ગંગા સમગ્ર” નાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી રામાશિષજી ના માર્ગદર્શનથી ગુજરાત પ્રાંતના અને રાષ્ટ્રીય સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂતજી, ગુજરાત પ્રાંતનાં સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી અને ગુજરાત પ્રાંતનાં ગંગા સમગ્ર નાં મહિલા પ્રમુખ નીતુ બેન ખેમાણી નાં માર્ગદર્શનમાં આજરોજ તા.07/10/2024 સોમવારે તાપી જિલ્લા કલેકટરશ્રી ને “શ્રીમદ્ ભગવદ્ ગીતા” નો શિક્ષણમાં ધો.6,7,8 માં અભ્યાસક્રમ માં કાયમી સમાવેશ કરી ભણાવવામાં આવે એવું સમર્થન પત્ર આરએસએસ પ્રકોષ્ઠ “ગંગા સમગ્ર” તાપી પ્રાંત દ્વારા આપવામાં આવ્યું છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા ના મૂલ્યો,સિદ્ધાંતો અને વિચારો બાળકોનાં જીવનમાં ભણતર દ્વારા વિદ્યાર્થી જીવનથીજ સત્યનિષ્ઠા,કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા નિર્માણ પામી વણાઈ જાય તો એમનાં જીવન ઘડતર અને ભારતના ઘડતર માટે અવશ્ય મદદરૂપ સાબિત થશે જ. જીવન સંઘર્ષમાં દરેક સમસ્યાઓનું સમાધાન શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાયેલું જ છે જેને દુનિયા આખી એ પણ સ્વીકૃતિ આપી છે. ખરેખર ગીતા એ જીવન જીવવાની સંજીવની જડીબુટ્ટી સમાન છે. ગીતાના વિચારોથી આજના સ્પર્ધાત્મક યુગમાં નિષ્ફળતા આવે તોય હતાશા કે નિરાશા ને કોઈ સ્થાન રહેતું નથી. સાચાં અર્થમાં માનવસમાજનાં નૈતિક મૂલ્યો સંક્રાંત કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસક્રમ રૂપે કાયમી સમાવેશ કરવામાં આવે એ આજની જરૂરિયાત પણ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.