“તેરા તુજકો અર્પણ” : ચોરીમાં ગયેલ એક કિલો ચાંદી રીકવર કરી માલિકને પરત કરતી પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીના નિઝર પો.સ્ટે.માં ગઇ તા.૨૦/૦૧/૨૦૨૪ના રોજ નોંધાયેલ ગુના મુજબ નિઝર ગામથી એક-બે કી.મી.ના અંતરે નંદુરબાર જતા રોડની સાઇડમાં બનેલ હતો. જેમા રોજીંદી રીતે વેલ્દાથી દુકાન બંધ કરી નંદુરબાર ઘરે જતી વખતે નિઝર ગામથી એક-બે કી.મી.ના અંતરે પોતાની એકટીવા ગાડી રોડની સાઈડમા ઊભી રાખી પેશાબ કરતા હતા તે વખતે નંબર પ્લેટ વગરની પલ્સર બાઈક ઉપર બે અજાણ્યા યુવકોએ આવી ગાડી ઉપર મૂકેલ ચાંદી ચોરી કરી નંદુરબાર તરફ નાસી છૂટ્યા હતાં.

આ ગુનામાં ખાનગી બાતમી આધારે તથા શકમંદ ઇસમોને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સ આધારે માહીતી મેળવી આરોપી – કમલેશભાઇ આપસિંગભાઇ વળવી ઉ.વ.૨૪ ધંધો-મજુરીકામ રહે-વ્યાહુર ગામ હનુમાન મંદિરની સામે તા.જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ની પુછપરછ કરતા તેઓ પોતાનો ઉપરોક્ત ગુનો કબુલ કરતા અને આ ગુનામાં અન્ય બીજા આરોપીઓ સુરજભાઇ શરદભાઇ પાડવી ઉ.વ.૨૦ ધંધો-મજુરી રહે-નલવા ગામ હનુમાન મંદિરની સામે તા.જી.નંદુરબાર તથા ઋષિંદ્રભાઇ રવિંદ્રભાઇ રહે-નારાયણપુર પાપનેર મહારાષ્ટ્ર તથા દેવીદાસ રઘુનાથ પવાર રહે, નારાયણપુર, પાપનેર તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) ની પુછપરછ કરતા આ ગુનો કબુલ કરતા. જેઓની અટક કરી ગુનો શોધી કાઢેલ. તેમજ આ ગુનામાં ચોરીમાં ગયેલ ચાંદીના અલગ અલગ પ્રકારના કુલ્લે નંગ – ૧૬ જેનું કુલ વજન ૦૧ કિલ્લો જેની કુલ્લે કિંમત રૂા.૭૦,૦૦૦/- જે મુદ્દામાલ રીકવર કરી મુળ માલીક રવિંદ્રભાઇ ગોવિંદભાઇ સોનાર રહે, સોનાર ગલ્લી નંદુરબાર, તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર)ને પરત કરવામાં આવેલ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *