તાપી જિલ્લા માટે સારા સમાચાર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા: ૩: તાપીના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તાપી જિલ્લા માટે “કોરોના” સંદર્ભે સારા સમાચાર મળી રહ્યા છે.
જિલ્લામાં “કોરોના” પોઝેટિવ આવેલો પ્રથમ કેસ, વ્યારા તાલુકાના માયપુર ગામેં નોંધાયો હતો. અહીંના કંસાબેન ગામીતનો બીજો ટેસ્ટ રિપોર્ટ પણ નેગેટિવ આવતા, તેમને હવે સંભવતઃ આવતી કાલે રજા આપવામાં આવે તેવા સંજોગો સર્જાયા છે.
–