તાપી જિલ્લાના પોલીસ વિભાગના ૨૨૦૦થી વધુ કર્મીઓને હોમિયોપેથીક દવાની કીટનું વિતરણ
(પ્રતિનિધિ, વવર્તમાન વૈશ્વિક મહામારી કોરોના કોવિડ – ૧૯ વાયરસે સમગ્ર દુનિયાને અસર કરેલ છે . જેની કોઈ દવા કે વેકસીન હજસુધી શોધાઈ ન હોવાથી કોરોના રોગ કોવીડં – ૧૯ વાયરસ સામે લડવા રોગ પ્રતિકારક શકિત વધારવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ હોમિયોપેથીક દવાનું વિનામૂલ્ય વિતરણ કરવાના ભાગરૂપ વ્યારાની સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર સંચાલિત કાળીદાસ હોસ્પિટલ તાડકુવા , વ્યારાની “ કોરોના યોદ્ધા ટીમ ” વતી કોલેજના માનદ્ ચીફ એકઝીકયુટીવ ડાયરેકટર ડો . અજયભાઈ દેસાઈ , સંસ્થાના મંત્રીશ્રી રાકેશભાઈ કાચવાલા અને ટ્રસ્ટીશ્રી સંજયભાઈ શાહના હસ્તે આજરોજ તાપી જિલ્લાના તમામ પોલીસ વિભાગના ટીઆરબી , જીઆરડી , પોલીસ કોન્સ્ટબલ , હેડ કોન્ટેબલ , એએસઆઈ , પીએસઆઈ , પીઆઈ , ડિવાય એસપી , એસપી કક્ષાના ૨૨૦૦ વધુ પોલીસ કર્મીઓને હોમિયોપેથીક દવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .