વ્યારા પ્રાંતમાં સમાવિષ્ટ તાલુકાઓમાં ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓએ હંગામી ફટાકડા લાયસન્સ મેળવી લેવા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૪ આગામી ૩૧ ઓક્ટોબર- ૨૦૨૪ના રોજ દિવાળી હોઇ તહેવારને અનુલક્ષીને તાપી જીલ્લામાં વ્યારા પ્રાંતના ડીવીઝનમાં સમાવિષ્ટ વ્યારા, ડોલવણ, સોનગઢ તથા વાલોડ તાલુકાઓમાં ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓને હંગામી ફટાકડા લાયસન્સ મેળવી લેવાના રહશે.
હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને તાલુકા મથકોએ સંબંધિત મામલતદાર કચેરીએથી લાયસન્સ મેળવવા માટેનું નિયત ફોર્મ મેળવી, તેની સાથે આ અંગે ફાયર સેફટી અંગેના સાધનોની ઉપલબ્ધતા સહિતના આધારભૂત પુરાવાઓ, દસ્તાવેજો તથા નિયંત કરેલી ફી ચલણ સાથે તા.૧૯/૧૦/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમ્યાન રૂબરૂ જમા કરાવાના રહેશે.
નિયત અરજી ફોર્મ સિવાય તથા ટપાલ કે અન્ય રીતે મોકલેલી અરજીઓ તથા સમયમર્યાદા બાદની અરજીઓ સ્વીકારવામાં આવશે નહી તથા હંગામી ફટાકડા લાયસન્સ વિના ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવશે. જે અંગે ફટાકાડાનું વેચાણ કરતાં વેપારીઓને નોંધ લેવાની રહશે એમ નાયબ કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ વ્યારા-તાપીના અખબારી યાદીમાં જણાવાયું છે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.