તાપી જિલ્લા કક્ષની કુસ્તી સ્પર્ધામાં બુહારી શાળાના વિધાર્થીઓ ઝળક્યા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ( SGFI ) તાપી જિલ્લા કક્ષાએ કુસ્તી સ્પર્ધા ,U-14, U -17 ,U -19 ભાઈઓ/બહેનોની કુસ્તી સ્પર્ધા શ્રી સ. ગો. .હાઈસ્કૂલ વાલોડ ખાતે યોજવામાં આવી હતી. જે સ્પર્ધામાં શ્રી બી. ટી. & કે.એલ. ઝવેરી સાર્વ. હાઈ. બુહારી શાળાના વિદ્યાર્થીઓએ U -14,U -17 અને U-19 એજ ગૃપમાં જિલ્લા કક્ષાએ કુલ 12 ખેલાડીઓએ ભાગ લીધો. જેમાં
U -14 1. ચૌહાણ ધ્રુવ પ્રકાશભાઈ 9A વજન ગ્રુપ 38થી 41 પ્રથમ નંબર
2. ગામીત જ્હાનવી રતિલાલ 8A 46થી 50 માં પ્રથમ નંબર
U -17 1. ચૌધરી દિયા સંજયભાઈ 9A 43થી46 પ્રથમ નંબર
2. હળપતિ બિંદિયા વિજયભાઈ 10C 61થી 65 પ્રથમ નંબર
3. ઢોડિયા વિનિત કપિલભાઈ 10 B 41થી 45 બીજો નંબર
U -19 1.ઢોડીયા જય કપિલભાઈ 12A 65 થી 70 પ્રથમ નંબર
2. રાઠોડ અંશિકા અશ્વિનભાઈ 12B 53 થી 55 પ્રથમ નંબર .
કુલ 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને 7 ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી તાપી જિલ્લા કક્ષાએ શ્રી બી.ટી એન્ડ કે. એલ. ઝવેરી સાર્વજનિક હાઈસ્કૂલ બુહારીનું નામ રોશન કરી શાળાનું ગૌરવ વધાર્યું તે બદલ આ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શાળાના વ્યાયામ શિક્ષકશ્રી રતિલાલ એસ ગામીત તથા દર્શનાબેન બી.પટેલને બુહારી વિભાગ કેળવણી મંડળ તથા શાળાના આચાર્યશ્રી વિજયભાઈ ડી. પટેલ તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા. તથા ભવિષ્યમાં ખૂબ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવામા આવી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
