તાપી જિલ્લામાં ૨૧થી ૨૭ સપ્ટેમ્બર સુધી કૃષિલક્ષી સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે

0
I khedut portal opens online for new application
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૦ તાપી જિલ્લાના ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાકમુલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો – પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ ખેડુત પોર્ટલ ( www.ikhedut.gujarat.gov.in. ) પર તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૭ માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય, તેવા ખેડૂત મિત્રોએ અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, તાપીની યાદીમાં જણાવાયું છે.

00000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *