શ્રી સુદામભાઈએ દિકરીનો જન્મ દિવસ ગૌ માતાનું પૂજન કરીને ઉજવ્યો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “ગંગા સમગ્ર” સોનગઢ તાપી પ્રાંતના તાપી જિલ્લાના અધ્યક્ષશ્રી સુદામ ભાઈ સાટોટે એ તેમની દિકરી કુમારી ઈશા બહેનનો 21મો જન્મ દિવસ અનોખી રીતે ઉજવણી કરી. આજ ના ભૌતિક અને ઔદ્યોગિક ક્રાંતિની હોડમાં દોડતો રહેલો માનવ સમાજ પદ પ્રતિષ્ઠા અને પૈસા માટે પોતાની નૈતિકતા નેવે મૂકીને ચાલતો છે તેવા સમયમાં સામાન્ય ખાનગી નોકરી સાથે સંકળાયેલા શ્રી સુદામભાઈએ દિકરીનો જન્મ દિવસ ગૌ માતાનું પૂજન કરીને ઉજવવોએ આજના સમયનું ગૌરવ ગણાય સમાજ ના દરેક કુટુંબો માટે આ પ્રસંગ પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છા સહ પ્રભુ પ્રાર્થના.
“ગંગા સમગ્ર” સોનગઢ તાપી પ્રાંતના તમામ હોદ્દેદારોએ કુમારી ઈશા બહેનને જન્મ દિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી તેમજ સહ જીવનમાં સતત પ્રગતિ કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતાં.
ન્યુઝ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો
